એકતાનગર ટેન્ટ સીટીખાતે ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠકયોજાઈ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

એકતાનગર ટેન્ટ સીટી
ખાતે ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠકયોજાઈ

વિધાનસભા ચૂંટણીમાં રાજયની તમામ ૨૭ આદિજાતિ બેઠકો કેવી
રીતે જીતવી એની રણનીતિ નક્કી કરાઈ

આવનારા દિવસોમાં આદિવાસીસમાજની સુખાકારીમાં વધારો કરવા
ચિંતન

ભાજપા સરકારના શાસનમાં ગ્રામ્ય વિસ્તારોમાં
મેડિકલ-ઇજનેરી કોલેજો ખુલીછે

રાજપીપલા, તા 11

એક્તાનગર સ્ટેચ્યુ ઓફ
યુનિટી ટેન્ટ સિટી- 1 માં ભાજપST મોર્ચાની રાષ્ટ્રીય કારોબારીબેઠકનું આયોજન કરવામાં આવ્યુંહતું
જેમાં રાષ્ટ્રીય સંગઠનના મહાસચિવબી એલ.સંતોષ દ્વારા આ બેઠક નું
દીપપ્રગટ્ય કરી શુભારંભ કરવામાંઆવ્યો હતો. ભાજપના એસ.ટી
મોર્ચાની બે દિવસીય બેઠકમાં
રાષ્ટ્રીય એસટી મોર્ચા ના અધ્યક્ષસમીર ઉરાવ, રાજ્ય આદિજાતિવિકાસ વિભાગના કેબિનેટ મંત્રીનરેશ પટેલ, રાજ્ય કક્ષાના મંત્રીનિમિષાબેન સુથાર, ગુજરાતપ્રદેશ ભાજપ મહામંત્રી પ્રદીપસિંહ
વાઘેલા,ટાઈફેડના ચેરમેન રામસિંહરાઠવા, ગુજરાત પ્રદેશ આદિજાતિમોર્ચાના અધ્યક્ષ હર્ષદભાઈ વસાવા,
જિલ્લા પ્રભારી સતીશ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ઘનસ્યામ પટેલ સાથે
દેશ ના અલગ અલગ રાજ્ય નાST મોરચાના અધ્યક્ષ આ બેઠકમાં હાજર રહ્યા હતા.

આ બેઠકમાં
આદિવાસી વિસ્તારોમાં વિકાસ અનેઆવનારી 2022 ની વિધાનસભાચૂંટણી માં st મોરચા દ્વારા કેવા કાર્ય
કરવામાં આવશે જેનીચર્ચા કરવામાં આવી હતી .

આ પ્રસંગે રાજ્યના આદિજાતિ મંત્રી નરેશ
પટેલે જણાવ્યું હતું કે બેઠકમાં
આવનારા દિવસોમાં આદિવાસીસમાજની સુખાકારીમાં વધારો કરવા
ચિંતન થયુંછે . જયારે કોંગ્રેસ પરપ્રહાર કરતા જણાવ્યું હતું કે આજનાંઅને કોંગ્રેસ સમયનાં ભારતમાંબહુ ફરક છે, આપણે કોરોનામાં
બીજા દેશ પર નિર્ભર નથી રહેવુંપડ્યું, 9 મહિનામાં રસી વિકસાવીકરોડો લોકોને રસી આપવામાં આવી,
આજે આપણે માસ્ક વગર બેઠા છેતે જ નવા ભારતની ઓળખ છે.
આદિવાસી સમાજ માટે સરકારે ખૂબસારો વિકાસ કર્યો છે.ભાજપા સરકારના શાસનમાં ગ્રામ્ય વિસ્તારોમાં
મેડિકલ-ઇજનેરી કોલેજો ખુલીછે

આ બેઠકમાં આવનારી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં રાજયની તમામ ૨૭ આદિજાતિ બેઠકો કેવી
રીતે જીતવી એની રણનીતિ નક્કી કરાઈ હતી ઉપરાંત આ બેઠકમાં આદિવાસી સમાજનાવિકાસ માટે અને આદિવાસીસમાજને અન્ય સમાજની હરોળમાં
લાવવા ક્યાં કાર્યો કર્યા, અને
સમાજને આગળ લાવવા શું કરવુંજોઈએ, સમાજ આર્થિક રીતે સમૃદ્ધથાય, અન્ય સમાજથી પાછળ ન રહે
એનું આયોજન નક્કી કરવામાં આવ્યુંહતું.

ગુજરાત સરકારનાં આદિજાતિ
વિકાસ મંત્રી નરેશ પટેલે જણાવ્યુંહતું કે આજની બેઠકમાં આવનારા
દિવસોમાં આદિવાસી સમાજનીસુખાકારીમાં વધારો કરવા ચિંતનથયું હોવાનું જણાવ્યું હતું

જયારે આદિજાતિ વિકાસ
રાજ્યમંત્રી નિમિષા સુથારે જણાવ્યુંહતું કે કેન્દ્ર સરકારની તમામયોજનાઓ આદિવાસી સમુદાયસહિત દરેક વ્યક્તિ સુધી પહોંચે તેમાટે બેઠકમાં ચિંતન થયું છે.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા
.

TejGujarati