નર્મદા જિલ્લામાં આજદિન સુધીની વિવિધ હિંસાથી પીડિત કુલ-૫૩ મહિલાઓએ સખી વન સ્ટોપ સેન્ટર યોજનાનો લીધો લાભ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

નર્મદા જિલ્લામાં આજદિન સુધીની વિવિધ હિંસાથી પીડિત કુલ-૫૩ મહિલાઓએ સખી વન સ્ટોપ સેન્ટર યોજનાનો લીધો લાભ

નિવાસી અધિક કલેક્ટરશ્રી એચ.કે.વ્યાસના અધ્યક્ષપદે “બેટી બચાવો બેટી પઢાવો” અને સખી વન સ્ટોપ સેન્ટર સંદર્ભે યોજાયેલી સમીક્ષા બેઠકરાજપીપલા,તા 11

નર્મદા જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર એચ.કે.વ્યાસના અધ્યક્ષસ્થાને આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે “બેટી બચાવો બેટી પઢાવો” યોજના અંતર્ગત ટાસ્ક ફોર્સ કમિટી અને સખી વન સ્ટોપ યોજના અંતર્ગત જિલ્લા મોનીટરીંગ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં નર્મદા જિલ્લામાં દિકરીઓમાં શિક્ષણનું પ્રમાણ વધે તે દિશાના પ્રયાસો હાથ ધરવા તેમજ અંતરિયાળ અને છેવાડાના તાલુકામાં જનજાગૃત્તિ અભિયાન થકી જાગૃ્ત્તિ લાવવા પર ખાસ ભાર મૂક્યો હતો. અંતરિયાળ અને છેવાડાની બહેનો પણ સ્પર્ધાત્મક ક્ષેત્રે સિધ્ધિ હાંસલ કરે તેવું સુચારૂં આયોજન ઘડી કાઢવા એચ.કે.વ્યાસે અનુરોધ કર્યો હતો. જિલ્લાની ૧૦૦ ટકા વિદ્યાર્થીઓનું નામાંકન થયેલ પ્રાથમિક શાળા-૩, માધ્યમિક શાળા-૩ અને ઉચ્ચતર માધ્યમિક શાળા-૩ એમ કુલ-૦૯ શાળાઓને શાળા દીઠ રૂ. ૧૦ હજારનો પુરસ્કાર તેમજ ધો-૧૨ ની સામાન્ય પ્રવાહની પાંચ અને વિજ્ઞાન પ્રવાહની પાંચ એમ કુલ-૧૦ વિદ્યાર્થીનીઓને વિદ્યાર્થી દિઠ રૂ. ૫ હજારનું પ્રોત્સાહનની રકમ આપવા ઉપરાંત દેડીયાપાડા તાલુકા ખાતેની સરકારી વિનયન કોલેજ સાથે સંકલન કરી કોલેજના વિદ્યાર્થીઓ તેમજ કોલેજ સિવાયની કુલ-૪૦ વિદ્યાર્થીનીઓએ જુદી-જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ માટે કોલેજના તજજ્ઞ ફેકલ્ટી દ્વારા ૬૦ કલાકની સ્પર્ધાત્મક તાલીમ આપવાની સાથે રાજપીપલા ખાતેના ટેકવેન્ડલ એશોસીએશન ઓફ નર્મદા સંસ્થાના બ્લેક બેલ્ટ કોચ દ્વારા ૦૯ શાળાઓ અને ૦૨ કોલેજની કુલ-૧૩૭૭ વિદ્યાર્થીનીઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપી તથા તાલીમ લીધા બદલનું પ્રમાણપત્ર આપવામાં આવ્યા હોવાની વિસ્તૃત જાણકારી જિલ્લા મહિલા અને બાળ અધિકારી હસીનાબેન મન્સૂરીએ આપી હતી. સખી વન સ્ટોપ સેન્ટર યોજના અંતર્ગત જિલ્લા મોનીટરીંગ સમિતિની બેઠકમાં પરામર્શ તબીબી સેવા, કાનૂની માર્ગદર્શન, પોલીસ સેવા અને આશ્રયની સેવા મેળવવાં જિલ્લામાં ડિસેમ્બર-૨૦૨૧ થી ફેબ્રુઆરી-૨૦૨૨ સુધી- ૨૮ અને માર્ચ-૨૦૨૨ થી મે-૨૦૨૨ સુધી ૨૫ સહિત કુલ-૫૩ મહિલાઓએ આજદિન સુધી સખી વન સ્ટોપ સેન્ટર યોજનાની સેવાઓ મેળવેલ હોવાની જાણકારી જિલ્લા મહિલા અને બાળ અધિકારી સુશ્રી હસીનાબેન મન્સુરી તરફથી અપાઇ હતી. સખી વન સ્ટોપ સેન્ટરનો પ્રચાર-પ્રસાર જિલ્લામાં વધુને વધુ થાય તેવા વિશેષ પ્રયાસો કરવાની પણ વ્યાસે હિમાયત કરી હતી

તસવીર :દીપક જગતાપ,રાજપીપલા

TejGujarati