62 વર્ષના જોલીબહેન સુરતીનો પેઇન્ટિંગ કરવાનો અનોખો શોખ.

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

બોપલ વિસ્તારમાં આવેલા આરોપી વિન બંગ્લોઝમાં રહેતા 62 વર્ષના જોલીબહેન સુરતીનો અનોખો પેઇન્ટિંગ કરવાનો શોખ છે. આ વિશે જેલીબહેને વાત કરતાં કહ્યું કે, સજીવ પ્રાણીસૃષ્ટિના દૈનિક જીવનમાં જન્મ આપનારા માતાનું એક આગવું મહત્વ રહેલું છે. બાળકના જન્મના નવ મહિના સુધી માતા અનેક મુશ્કેલીઓને હસતા મુખે સામનો કરીને તેને જન્મ આપે છે ત્યારે તેનું ઋણ વધી જાય છે. મને ઘાં વર્ષોથી કેનવાસ પેઇન્ટિંગ કરવાનો શોખ છે અને હું પેઇન્ટિંગ કરું છું. તાજેતરમાં મને પગે કેક્ચરથયું હતું તેમ છતાં ઘરે બેસીને સમય વેડફાઈ જાય તેના કરતાં દરેક પરિવારમાં મહિલાનું એક માતા તરીકે જીવનમાં કેટલું મહત્વ છે તેને મારા કેનવાસમાં સ્થાન આપ્યું છે. કેનવાસમાં માતાનો મમતાને દર્શાવ્યો છે. અને તે મારા માટે એક નવી દિશા પૂરી પાડે છે.

મારા કેન્વાસમાં ગાય માતા, કુદરતી સૌંદર્યને ખાસ સ્થાન આપવામાં આવ્યું છે. પેઇન્ટિંગ કરવાથી હું રિયાઝ કરું છું તેવી અહેસાસ થાય છે. દરેક વ્યકિતના જીવનમાં માતાનું મહત્વ રહેલું છે ત્યારે મેં ગર્ભસંસ્કાર, માતાનો મહિમા, ભીંતચિત્રો, એડવાન્સ કલ્ચર અને રૂઢિચુસ્ત માન્યતાઓને પેઇન્ટિંગમાં સ્થાન આપ્યું છે. હું દિવસમાં બે કલાકથી વધારે સમય કેનવાસ પેઇન્ટિંગ કરવા માટે સમય ફાળવું છું. એક માતા તરીકે હું બાળકોને પેઇન્ટિંગ શીખવું છું જેનાથી મને ઘણો આનંદ મળે છે.

TejGujarati