ગુજરાત લૉ સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સના એન.એસ.એસ. તથા એન.સી.સી યુનીટ ધ્વારા જીએલએસ કેમ્પસમાં પક્ષીઓને પાણી પીવાના કુંડા મૂકવામાં આવ્યા હતા. આ કુંડાઓમાં પાણીની સાથે ગોળ મીક્સ કરવામાં આવ્યો હતો જેથી પક્ષીઓને એનર્જી મળી શકે. અત્યારે હાલમાં ઉનાળાની સખત ગરમીમાં પક્ષીઓને પૂરતો ખોરાક તથા પાણી મળવુ ખુબજ જરૂરી છે. જીએલએસ કેમ્પસમાં વૃક્ષો ઉપર વિવિધ પક્ષીઓનો વસવાટ છે. આ પક્ષીઓને પૂરતુ પાણી તથા દાણાની વ્યવસ્થા કરવાથી સુખરૂપ રીતે પક્ષીઓ રહી શકે છે.