શાળા-કોલેજોમાં ઉનાળુ વેકેશન શરૂ થતાજ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા પ્રવાસીઓ ઉમટ્યાં.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

શાળા-કોલેજોમાં ઉનાળુ વેકેશન શરૂ થતાજ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા પ્રવાસીઓ ઉમટ્યાં.

વેકેશનના પહેલા દિવસે રવિવારે 20હજાર પ્રવાસીઓનો ધસારો

ગરમીની અસર

રાજપીપલા, તા 8

શાળા-કોલેજોમાં ઉનાળુ વેકેશન શરૂ થતાજ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા પ્રવાસીઓ ઉમટ્યાં. વેકેશનના પહેલા રવિવારે જ ૨૦,૦૦૦થી વધુ પ્રવાસીઓ ઉમટ્યાં હતા. બધી ટિકિટોનું બુકીંગ ફૂલ થઈ ગયું હતું.નર્મદા જિલ્લામાં એકતા નગર ખાતે આવેલ વિશ્વની સૌથી ઊંચી ૧૮૨ મીટરની સરદાર પટેલની પ્રતિમા જ્યાં આવેલી છે તે સ્ટેચ્યુ ઓફ યુનિટી માં સરકારે પ્રવાસીઓના આકર્ષણ માટે દર વર્ષે નવા પ્રોજેક્ટ મૂકે સીગે જે પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બને છે. પ્રવાસીઓને આકર્ષવા માટે અ પ્રવાસીઓની પહેલી પસંદ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેના પ્રોજેક્ટની છે. રવિવારે ૪૦ ડિગ્રી જેટલું ઊંચું તાપમાન હોવા છતાં પણ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચ્યા હતા. જોકે પ્રવાસીઓને ગરમીનો સામનો ન કરવો પડે તે માટે શેડ બનાવાયા છે. પીવાના ઠંડા પાણીની તથા અન્ય ટ્રાન્સપોર્ટની સારી સુવિધાઓ કરવામાં આવી છે. આગામી દિવસોમાં વેકેશનમાં પ્રવાસીઓની સંખ્યા હજુ વધે તેવી શક્યતા છે.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati