નર્મદા જિલ્લામાં માર્ગ અકસ્માતથી થતાં મૃત્યુની સંખ્યામાં ઘટાડોકરવાની ચિંતાવ્યક્ત કરતા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેનો અનુરોધ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

નર્મદા જિલ્લામાં માર્ગ અકસ્માતથી થતાં મૃત્યુની સંખ્યામાં ઘટાડોકરવાની ચિંતા
વ્યક્ત કરતા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેનો અનુરોધ

રોગ સાઈડમાં વાહન ચલાવે તો તેનું લાઈસન્સ સસ્પેન્ડ કરાશે

લાઈસન્સ વગરના તેવા વાહન ચાલકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની સુંબેની તાકીદ

રાજપીપલા,તા 9

નર્મદા જિલ્લામાં માર્ગ અકસ્માતથી થતાં મૃત્યુની સંખ્યામાં ઘટાડોકરવાની ચિંતા
જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ વ્યક્ત કરી હતી જેમાં રોંગ સાઈડમાં વાહન ચલાવે તો તેનું લાઈસન્સ સસ્પેન્ડ કરવાની તથા લાઈસન્સ વગરના તેવા વાહન ચાલકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની સુંબેએ તાકીદકરી હતી

નર્મદા જિલ્લાના પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેના અધ્યક્ષપદે રાજપીપલા કલેક્ટર ઓફીસ ખાતે યોજાયેલી ડિસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કમિટીની બેઠકમાં નર્મદા જિલ્લાનો રોડ સેફ્ટી એક્શન પ્લાન-૨૦૨૨-૨૩ ને મંજૂર કર્યો હતો તેમજ જિલ્લામાં માર્ગ અકસ્માતથી થતાં મૃત્યુની સંખ્યામાં ઘટાડો થાય તે રીતનું સૂચારૂ આયોજન ઘડી કાઢવા પર ખાસ ભાર મૂક્યો હતો. આ બેઠકમાં

જિલ્લાના સંબંધિત અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકને સંબોધતા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ જિલ્લામાં જાહેર પાર્કિંગની સુવિધા સુનિશ્તિ કરવા, જરૂરીયાત જણાય ત્યાં પાર્કિંગ ઝોન તેમજ નો-પાર્કિંગ ઝોન ઉભા કરવાની સાથે ડિસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી અંતર્ગત બહાર પડાયેલ જાહેરનામાનો ચુસ્તપણે અમલ કરવાં કરવાની સાથોસાથ રોડ સેફ્ટી એક્શન પ્લાન ૨૦૨૧ અંતર્ગત જિલ્લામાં જે કામો અધુરા હોય તે કામો સમયમર્યાદામાં પૂર્ણ કરવાની તાકીદ પણ કરાઇ હતી. આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ ચાલુ ડ્રાઇવિંગમાં મોબાઇલ પર વાત કરતા, હેલ્મેટ, સીટ બેલ્ટ, ઓવરસ્પીડીંગ જેવા કિસ્સાઓમાં વાહન ચાલકો વિરૂધ્ધ દંડની વસુલાત કરવાની સૂચના આપી હતી. આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક સુંબેએ જિલ્લામાં વર્ષ-૨૦૨૧ દરમિયાન થયેલ અકસ્માતોના આંકડાઓની ચકાસણી કરીને બ્લોકસ્પોટ નક્કી કરવામાં આવેલ છે તે બ્લોકસ્પોટની સંયુક્ત વિઝીટનુ આયોજન કરવા અને બ્લોકસ્પોટ દૂર કરવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવા, સાગબારાના અમિયાર ગામ પાસે થતાં અકસ્માત અટકાવવા, તિલકાવાડા તાલુકાના ગેગડિયાથી ઉતાવળી રસ્તા પર બમ્પ મુકવાની રજૂઆતને ધ્યાને લઈ જરૂરી કાર્યવાહી કરવાની સાથે સુપ્રીમ કોર્ટ કમિટી ઓન રોડ સેફ્ટી દ્વારા આપવામાં આવેલ દિશા-નિર્દોશોનો અમલ કરવા ઉપરાંત કમ્પેન્સેશન ટુ વીક્ટીમ ઓફ હીટ એન્ડ રન મોટર એક્સીડેન્ટ સ્કીમ-૨૦૨૨ અંગે પણ જરૂરી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. વાહનચાલકો જો રોંગ સાઈડમાં વાહન ચલાવે તો તેનું લાઈસન્સ સસ્પેન્ડ કરવા અને જો લાઈસન્સ ન ધરાવતાં હોય તેવા વાહન ચાલકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી સત્વરે હાથ ધરવા સુંબેએ જણાવ્યું હતું.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati