નાંદોદ વિધાનસભા સીટ પર ભાજપાના મહિલા ઉમેદવાર તરીકે સાંસદના સુપુત્રી પ્રીતિ વસાવાના નામની ચર્ચા.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

નાંદોદ વિધાનસભા સીટ પર ભાજપાના મહિલા ઉમેદવાર તરીકે સાંસદના સુપુત્રી પ્રીતિ વસાવાના નામની ચર્ચા.

સાંસદ મનસુખ વસાવાની સુપુત્રી પ્રીતિ વસાવા પણ હવે રાજકીય મેદાનમાં

સાંસદ પિતા મનસુખ વસાવા
સામે થઈ રહેલી અભદ્ર ટિપ્પણીઓ કરનાર સામે પગલાં લેવા કલેકટરને આવેદનપત્ર આપ્યું.

સમર્થનમાં જિલ્લા ભાજપા પ્રમુખ સહીત ભાજપ અગ્રણીઓ કાર્યકરો પણ જોડાયા.

રાજપીપલા, તા 6
આગામી વિધાનસભાની આવનારી ચૂંટણી માટે નાંદોદ અને ડેડીયાપાડાની બે વિધાનસભાની ચૂંટણીમાટે રાજકીય પક્ષો સક્રિય બન્યા છે ત્યારે બન્ને સીટો ઉપર કોને મેદાનમાં ઉતારવા તે માટે ઉમેદવારોના નામોની ચર્ચા શરૂ થઈ છે એમાં આ વખતે મહિલા ઉમેદવારને મેદાનમાં ઉતારવામાં આવે તેવી ચર્ચા શરૂ થઈ છે જેમાં આમતો ઘણા નામો ચર્ચામાં અને રેસમાં છે પણ એમાં એક નવો ચેહેરો ચર્ચામાં આવ્યો છે અને તે છે 6 ટર્મથી સિનિયર સાંસદ રહી ચૂકેલા સાંસદ મનસુખ વસાવાની સુપુત્રી પ્રીતિબેન વસાવાનું નામ જોર શોર માં અને ચર્ચામાં છે.
આજે પ્રીતિબેન વસાવાએ ભાજપાના સમર્થકો સાથે પોતાના પિતાના સમર્થનમાં આવેદનપત્ર આપ્યું ત્યારે વિધાનસભા ના ભાજપાના ઉમેદવાર તરીકે પ્રીતિ વસાવાના નામની ચર્ચા શરૂ થઇ હતી. હવે એ જોવું રહ્યું કે તેને નાંદોદ કે ડેડીયાપાડા માંથી કઇ બેઠક માટે નામ વહેતું થયું છે એ હવે જોવું રહ્યું.આજે
સાંસદ મનસુખ વસાવાની સુપુત્રી પ્રીતિ વસાવા પણ હવે રાજકીય મેદાનમાંઆવી જઈ
સાંસદ પિતા મનસુખ વસાવા
સામે થઈ રહેલી અભદ્ર ટિપ્પણીઓ કરનાર સામે પગલાં લેવા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.
તેમના સમર્થનમાં જિલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામ પટેલ સહીત ભાજપ અગ્રણીઓ કાર્યકરો પણ જોડાયાહતા.

આવેદનમાં પ્રીતિ વસાવાએ જણાવ્યું હતું કે હમણાંથી સોશ્યલ મીડિયામાં ભરૂચના લોકપ્રિય સાંસદ મનસુખભાઇ વસાવાજી માટે અભદ્ર ટિપ્પણીઓ થઈ રહી છે એ અનુસંધાને આજે એમના સુપુત્રી પ્રીતિબેન વસાવા દ્વારા નર્મદા જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ પટેલજી તેમજ નર્મદા જિલ્લા ભાજપાના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી. માનનીય મનસુખભાઈ વસાવાજી વિશે ખરાબ શબ્દપ્રયોગો કરનાર લોકોએ મનસુખભાઈના કાર્યોની માહિતી લેવી જોઈએ. તેઓ આદિવાસી સમાજના હક અને અધિકાર માટે હંમેશા જાગૃત રહ્યા છે.નર્મદા અને કરજણ ડેમથી અસરગ્રસ્ત થયેલ લોકો માટે રેલીઓ કાઢી અવાજ ઉઠાવ્યો છે.નર્મદા નદીના પ્રદુષણ અને રેત ખનન માટે તેમણે અવારનવાર વિરોધ ઉઠાવેલો છે.ઉચ્ચ અભ્યાસ કર્યા બાદ સરકારી નોકરી ન કરીને જનકલ્યાણ માટે તેમણે ભોગ આપ્યો છે. થોડા સમય પહેલાનું ઉદાહરણ રાજપીપળાની સિવિલ હોસ્પિટલ.ત્યાંની સ્થિતિ બહુ ખરાબ હતી.ઇમારત સાવ તૂટી જાય એવી જેનાથી ત્યાંના કર્મચારીઓ અને દર્દીઓ માટે જોખમ હતું.તેમણે વારંવાર રજુઆત કરીને એ મુદ્દે પ્રશ્નો ઉઠાવેલા. સિંચાઈ,રોજગારી,ખોટા આદિવાસી પ્રમાણપત્રો બાબતે તેમના કાર્યોને આદિવાસી સમાજનું સમર્થન મળેલું જ છે.નેત્રંગ,પીપલોદ, ભાલોદ, શુકલતીર્થ જેવી ઘટનાઓમાં તેમણે ત્વરિત હાજરી આપેલી.
જંગલની જમીન આદિવાસીઓને મળે એ માટે ભાજપ આદિવાસી મોરચા દ્વારા સરકારમાં સતત રજુઆત કરી છે.
1995માં નાંદોદ વિધાનસભામાં 24,000ની લીડથી તેઓ જીત્યા હતા અને 1998થી 6 ટર્મ ભરૂચ લોકસભા જંગી બહુમતીથી જીતતા આવ્યા છે.આ દર્શાવે છે કે આદિવાસી પ્રજા સતત તેમની સાથે છે.મનસુખભાઈના કાર્યો જ એમના વ્યક્તિત્વના સાક્ષી છે.
હું મારા મનસુખભાઈ વસાવાજીના સમર્થનમાં છું.એમ જણાવ્યું હતું.

તસવીર : દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati