સમાજસત્તા રાજસત્તા કરતાં પણ સર્વોપરી , સાચા વિકાસ માટે સમાજસત્તા મજબૂત કરવાં સિવાય કોઈ વિકલ્પ નથી.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત મનોરંજન રમત જગત રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

*સમાજસત્તા રાજસત્તા કરતાં પણ સર્વોપરી*

*समाज आगे और सत्ता पीछे तभी होगा सही विकास जब सत्ता आगे और समाज पीछे तब होगा सत्यानाश*

*આલેખન: ધવલ માકડિયા, જાણીતા પત્રકાર, અમદાવાદ( 9428158109)*

જો સમાજસત્તા અર્થાત્ પાટીદાર સમાજની સંસ્થાઓ સંગઠિત અને મજબૂત બનશે તો જ સાચી દિશામાં વિકાસ થશે. *નહીંતર રાજસત્તાએ નિશ્ચિત કરેલો ધીમા ડગલે ચાલતો વિનાશ નિશ્ચિત છે.*

આપણે ત્યાં વર્ષોથી ચાલી આવતી અલગ-અલગ સમાજ,ગોળ, ગામ, અટકની વ્યવસ્થા. આ બધાને ભુલવાના બદલે મજબૂત અને સંગઠિત કરવાની જરૂર છે.

છેલ્લા 20 વર્ષમાં ભારતની અને ખાસ કરીને ગુજરાતની રાજનીતિમાં આવેલાં આમુલ પરિવર્તનથી સમાજ અને સંસ્થાઓ સત્તાની ચાપલુસીમાં લાગી ગઈ હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. પછી એ પાટીદારોની સંસ્થા હોય કે પછી અન્ય કોઈ પણ સમાજની તમામ એક સરખાં જેવા છે. જો કે એ પ્રશ્ન થાય કે કેમ સંસ્થાઓ અને સંસ્થાના પદાધિકારીઓ સત્તારૂઢ વ્યક્તિઓના ચમચા અને કાંતો પાળીતા થઈ જાય છે. કારણ માત્ર એક જ છે અને એ છે પૈસા અને ઝાકમઝોળ સમૃદ્ધિ આવ્યા પછી સત્તાની જાગેલી ભુખ. વિશ્વનો કોઈ પણ સમાજ હોય જેમ જેમ સમૃદ્ધ થાય તેમ સત્તા અને ધર્મ તરફ આગળ વધે. મહદઅંશે સત્તાની નજીક અથવા સત્તા મેળવવાનો પ્રયત્ન કરે અને ખુબ ઓછા પ્રમાણમાં ધર્મ અને આધ્યાત્મિકતાના રસ્તે ચાલતો હોય છે. આજે પાટીદાર સમાજની એવી જ સ્થિતિ છે. અમુક ઘરોમાં સમૃદ્ધિ અને ખોટું ધન આવ્યા પછી સત્તાને કંટ્રોલ કરવાના અભરખા વધતાં જાય છે. ગુજરાતની પાટીદાર સમાજની કોઈ પણ નાની-મોટી સંસ્થા લઈ લો તેના પદાધિકારીઓ અને ટ્રસ્ટીઓ હાલમાં સત્તારૂઢ પાર્ટીના સભ્યો છે અને કાંતો તેમના બી-ટીમ (નજીક) ના સભ્યો છે. જવલ્લે જ એવી કોઈ સંસ્થા બાકી રહી હશે કે જેના સંચાલકો માત્ર સમાજસેવાના ઉદ્દેશ્યથી કામ કરતાં હોય. તેમનો આજે કે પછી આવતી કાલે ક્યારેય સત્તાની નજીક જવાનો ઉદ્દેશ્ય ન હોય. પરંતુ આવી પાટીદાર સંસ્થાઓ દિવો લઈને શોધવા જાવું પડે તેવી સ્થિતિ છે. રહી વાત સત્તાની તો રાજસત્તાના સત્તાધીશો પણ સમાજના નામે મતના ગણિત બેસાડી સંસ્થાઓ અને સંસ્થાના પદાધિકારીઓને સાચવી રાખે છે. જાણે કે ખેતર અને શેરીમાં આવતો પાળીતો કુતરો… ખુબ ભારેખમ શબ્દોમાં સરખામણી કરી રહ્યો છું. પણ જોખેલા શબ્દો છે. આ રાજસત્તાના અધિકારીઓ માત્ર પાળીતા કુતરાની જેમ જ સમાજના પદાધિકારીઓને સાચવે છે. કારણ સ્પષ્ટ છે, મત, ચૂંટણી અને સ્વની સત્તા. આપે કથિત આઝાદીના 75 વર્ષ પછી પણ સમાજનીતિ સમજવાના બદલે રાજનીતિએ નક્કી કરેલી સમાજની વ્યાખ્યા અને મત આપીએ છીએ. સૌ પ્રથમ તો આપણે સમાજ સત્તા અને સમાજનીતિ સમજવી પડશે. સમાજસત્તા છે શું. આપણે ત્યાં વર્ષોથી ચાલી આવતી અલગ-અલગ સમાજ,ગોળ, ગામ, અટકની વ્યવસ્થા. આ બધાને ભુલવાના બદલે મજબૂત અને સંગઠિત કરવાની જરૂર છે. મીડિયા, રાજકારણીઓ અને કથિત બુદ્ધિજીવીઓ આપણને સમાજના વાળામાંથી બહાર નીકળવાની સુફિયાણી સલાહો આપે છે. પણ તેઓ નથી જાણતાં કે આ સુસંગઠિત સમાજ વ્યવસ્થાના કારણે જ આપણાં બાપદાદા અને આપણે ખુદ અહીં સુધી પહોંચી શક્યા છીએ. શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે અમેરિકા અને બ્રિટન જેવા પશ્વિમિ દેશોમાં માણસના મૃત્યુ પછી ગામ અને સગાવહાલા થઈ 500 લોકો તેની સ્મશાનયાત્રામાં આવ્યા હોય. મોટાભાગે તો નહીં જ સાંભળ્યું હોય અને સાંભળ્યું હોય તો પણ એ ખુબ મોટી હસ્તી હોય તો અલગ વાત છે. કેમ સ્મશાનયાત્રામાં 500 લોકો આવે છે કારણ કે આપણે સંગઠિત છીએ. આપણે સમાજવ્યવસ્થાના આધાર પર આપણા કે આપણાં પરિવાર પર આવી પડેલાં દુઃખને બાટી શકીએ છીએ. અને લગ્નમાં 2000 હજાર લોકો આવે છે અ સુખ બાટવાનો પ્રસંગ છે. અર્થાત્ આપણી સમાજ વ્યવસ્થા અને સમાજ સત્તાથી જ આપણે ઉજળા છીએ. વિચારો કે આજની સંસ્થાઓ જે પ્રમાણ રાજનીતિ-રાજનીતિ રમી રહ્યા છે. તેવું આજથી 50 વર્ષ પહેલાં આપણાં વડવાઓએ કર્યું હોત તો..આ બધી જ સંસ્થાઓ નિશ્ચિત રાજકીય પાર્ટીઓના અડ્ડા બની ગઈ હોત. કાં તો તે રાજકીય પાર્ટીનો ભાગ હોત. પણ ના એવું નથી થયું કારણ તે વખતે સમાજસત્તા સર્વોપરી હતી અને રાજસત્તા તેને ફોલો કરતી હતી. પણ આજે સ્થિતિ ઉંધી છે. આમ તો ધર્મસત્તા સર્વોપરી છે પછી સમાજસત્તાનું સ્થાન આવે પછી રાજસત્તા અને અને અંતે અર્થસત્તા. પણ હાલમાં પિરામીડ ઉંધો છે, અર્થસત્તા સર્વોપરી છે અને ધર્મ- સમાજ સત્તાનું નામો નિશાન જ નથી. આપ જેને સોશિયલ મીડિયા અને મીડિયા માધ્યમથી મોટા ધર્માધિકારી માનો છો તે બધા જ રાજસત્તાના પોપટ છે. જો સમાજસત્તા અર્થાત્ પાટીદાર સમાજની સંસ્થાઓ સંગઠિત અને મજબૂત બનશે તો જ સાચી દિશામાં વિકાસ થશે. નહીંતર રાજસત્તાએ નિશ્ચિત કરેલો ધીમા ડગલે ચાલતો વિનાશ નિશ્ચિત છે. સમાજ સર્વોપરી છે સર્વોપરી છે અને સર્વોપરી જ છે. કારણ પરંપરાઓ, વ્યવસ્થાઓ અને જીવનજીવવાની કળાએ સમાજની ઓળખ છે. જો માણસ એ જ ભુલી જશે તો આપણાં અને પ્રાણીઓમાં ફર્ક શું રહેશે. તેઓ પણ ટોળામાં રહે છે અર્થાત્ તેઓ સમજે છે કે સુસંગઠિત રહીશું તો રહેવું જ પડશે. આમેય જ્યાં સુધી સમાજસત્તા ટકી રહેશે ત્યાં સુધી જ આપણે ટકવાના છીએ. પછી તો કોઈ જ સંસ્કારો અને રણીધણી વગરના થઈ જશું. આ બધી મેં કરેલી વાતો એવું સ્પષ્ટ કરે છે. પાટીદારો સમાજના અગ્રણીઓએ સમાજસત્તા મજબૂત કરવાની જરૂર છે નહીં કે રાજસત્તા. જો સમાજસત્તા મજબૂત બનશે તો રાજસત્તા પુછડી પટપટાવતી દોડી આવશે. સમાજ આગે ઔર સત્તા પછી એનું શ્રેષ્ઠ ઉદાહરણ તાજેતરમાં ગુજરાતમાં ધ્યાને આવ્યું છે. અને એ છે માલધારી સમાજ…જી હા..એ માલધારી સમાજની હું વાત કરૂં છું જેને પાટીદાર સહિતના સવર્ણ વર્ગો અશિક્ષિત સમજે છે. પણ હું એવું માનું છું કે આ માલધારી સમાજ અશિક્ષિત નહીં સુશિક્ષિત છે. કારણ સત્તત 27 વર્ષથી એકધારી સત્તારૂઢ પાર્ટીને પણ માત્ર 7 દિવસમાં જુકાવી દીધી. જે રખડતાં ઢોરથી શહેરોમાં રહેતાં મોટાભાગના લોકો પરેશાન છે, સરકારે તેના અંગે કાયદો બનાવ્યો. પરંતુ માલધારી સમાજની સંગઠન શક્તિ અને વિરોધ કરવાની શક્તિના પરિણામે સત્તાધીશો ઝુક્યા અને સમાજસત્તાનું માન રાખી રાજસત્તા ઢીલી પડી ગઈ. કાયદો પરત લેવાયો. વાત નાની છે પણ સમાજવા જેવી છે કે. સમાજસત્તાના દ્વારા તમે કેટલું આમુલ પરિવર્તન લાવી શકો છો.

TejGujarati