માંગરોળ ઉત્તરવાહિની પરિક્રમામાર્ગ ગંદકીથી ઉભરાયો

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ

માંગરોળ ઉત્તરવાહિની પરિક્રમામાર્ગ ગંદકીથી ઉભરાયો

પરિક્રમાવાસીઓએ સેવાભાવિ સંસ્થાઓ ની સેવા લજવી

પરિક્રમા વાસીઓએ ઠેર ઠેર ગંદકી, કચરો, પ્લાસ્ટિક ની પાણીની બોટલો,નાસ્તાની ડીશો, કોથળીઓ, ચાના કપ વગેરે ખાઈ પીને પરિક્રમા માર્ગ પર અને ગમે ત્યાં નાખી ચાલ્યા ગયા

શરમ શરમના પોકારો ઉઠ્યા

રાજપીપલા, તા 3

ચૈત્ર માસમાં ૧લી એપ્રિલથી 30મી એપ્રિલ સુધી ગુજરાતમાં આવેલી એકમાત્ર
પંચકોશી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા હાલ પૂર્ણ થઇ છે.સમગ્ર પરિક્રમા દરમ્યાન દોઢ લાખથી વધુ પરિક્રમાવાસીઓ ઉમટ્યા હતા. સેવાભાવી સંસ્થાઓએ એમના માટે વિના મુલ્યે ચા પાણી, નાસ્તા, ભોજન છાસ,લીંબુ શરબત વગેરે ની સેવાઓ આપી હતી પણ આ પરિક્રમા વાસીઓએ ઠેર ઠેર ગંદકી, કચરો, પ્લાસ્ટિક ની પાણીની બોટલો,નાસ્તાની ડીશો, કોથળીઓ, ચાના કપ વગેરે ખાઈ પીને પરિક્રમા માર્ગ પર અને ગમે ત્યાં નાખી ને ચાલતી થતાં શરમ ઉપજાવે તેવા કૃત્ય સામે ફિટકારની લાગણી જોવા મળી. આમ જનતામાં પણ આ ગંદકી કરવા સામે પણ શરમ શરમ ના પોકારો ઉઠ્યા હતા.જેમના માટે 40ડિગ્રી ધોમ ધકતા તાપમા વિનામુલ્યે સેવા આપી એજ પ્રવાસીઓએ ઠેર ઠેર ગંદકી કરવા સામે ચોમેરથી ફીટકાર વરસી રહ્યો છે. આવતા વર્ષથી લોકોએ આવી ગંદકી કરનારા સામે દંડ કરવાની માંગ કરી છે. ગંદકી કરનારાઓ માટે સેવા બંધ કરવી જોઈએ એવી પણ લોકોએ માંગ કરી હતી.

તસવીર : દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati