સાંસદ મનસુખ વસાવાના બીટીપી અને આમ આદમી પાર્ટીઓ પર આકરા પ્રહારો

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

સાંસદ મનસુખ વસાવાના બીટીપી અને આમ આદમી પાર્ટીઓ પર આકરા પ્રહારો

બીટીપી અને આમ આદમી બંને જુઠ્ઠી પાર્ટીઓ છે

બીટીપી ચૂંટણી આવે છે ત્યારે જુદી જુદી પાર્ટીઓ સાથે ગઠબંધન કરે છે

બીટીપી પાર્ટી કાંચિડાની જેમ રંગ બદલે છે

સત્તા મેળવવા બંને પાર્ટીના સપના મુંગેરીલાલના હસી
ન સપના જેવા છે

રાજપીપલા, તા 1

ગુજરાત રાજ્ય સ્થાપના દિને એક તરફ જિલ્લાના ચંદરિયા ખાતે આમ આદમી પાર્ટી અને બીટીપી નું સંગઠન કરવા જઈ રહ્યું છે ત્યારે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આજે બંને પાર્ટીઓ પર આકરા પ્રહારો કર્યા હતા.મનસુખભાઈ કહ્યું હતું કેબીટીપી અને આમ આદમી પાર્ટીઓ બંનેજુઠ્ઠી પાર્ટીઓ છે
મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે આપ અને બીટીપી ગઠ બંધન સફળ થવાનું નથી. એ ગુજરાતની જનતા સારી રીતે જાણે છે. ટ્રાઈબલના લોકો પણ સારી રીતે જાણે છે કે ગુજરાતનો વિકાસ નરેન્દ્રભાઈનાનેતૃત્વમાં અને શાસનમાં ભારતીય જનતા પાર્ટીના શાશનમાં રાજ્યનો વિકાસ થઈ રહ્યો છે.
અને આવનારા દિવસોમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જ ગુજરાતનો વિકાસ કરવાની છે
આ પાર્ટી સત્તા પર આવશેએવા સ્વપ્ના જોતી પાર્ટીને મનસુખભાઈએ મુંગેરીલાલ કે હસીન સપના જેવા ગણાવ્યા હતા.બીટીપીકાચીડાની જેમ રંગ બદલતી પાર્ટી હોવાનું પણ મનસુખભાઈએ જણાવ્યું હતું.

ચૂંટણી સમયે બીપી અલગ-અલગ પાર્ટીઓ સાથે ગઠબંધન કરે છે. અને ચૂંટણી ટાણે પોતાના સ્વાર્થ માટે ચૂંટણી લડે છે. અને ચૂંટણીનજીક આવતા બીટીપી કાંચિડાની જેમ રંગ બદલે છે તાલુકા પંચાયત,જિલ્લા પંચાયત કે વિધાનસભાની કોઈ પણ જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે બીટી પાર્ટીઓ બદલે છેતેમનું ગઠબંધન ચૂંટણી પૂરતું જ હોય છે
મનસુખભાઈએ બીટીપી પાર્ટીમાં ચૂંટણીલક્ષી ઈતિહાસ વર્ણવતા જણાવ્યું હતું કે છોટુ ભાઈ ને મહેશભાઈનો ઇતિહાસ જુવો તો જનતાપક્ષ માંથીજનતાદળ,જનતાદળયુનાઈટેડ,પછી ટ્રાઈબલ પાર્ટી બનાવી આટલે થી ઓછું પડ્યું હોય તો તેમણે ઓવૈસી સાથે પણ ગઠબંધન કર્યું હતું એ ગઠબંધનતો ફેલ ગયું પછી આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરી રહી છે અને હવે તેમની સાથે મળીને સત્તા મેળવવાના સ્વપ્નો જુએ છે ખરેખર એ મુંગેરીલાલ કે હસીન સપના જેવું છે. જે કદી શક્ય બનવાનું નથી
આ લોકો સત્તામાં તો આવવાના જ નથી પણ થોડો સફળ થવા માટે નો દેખાવ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો
ગુજરાતમાં નેશનલ પાર્ટીજ ચાલવાની છે બીટીપી અને આપ જેવી કોઈ પાર્ટીને જનતા સ્વીકારવાની નથી એમ જણાવી મનસુખભાઈએ બન્ને પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા.

તસવીર : દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati