નર્મદા પરિક્રમાના અંતિમ દિવસે 15000થી વધુ ભક્તો ઉમટ્યા

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

નર્મદા પરિક્રમાના અંતિમ દિવસે 15000થી વધુ ભક્તો ઉમટ્યા

એક માસ માં દોઢ લાખથી વધુ લોકોએ પરિક્રમા કરી

નર્મદા પરિક્રમા માટે સારા રસ્તા,બોટ, બસ, રહેવા જમવાની અનેક સુવિધાઓનો અભાવ

રાજપીપલા, તા.30

જેના દર્શન માત્રથી પવિત્ર થવાય અને જેનું સ્નાન કરવા પવિત્ર થવા અને જે પરિક્રમા કરવાથી મોક્ષ મળેછે..અને
આ પરિક્રમા ત્રણ વાર કરવાથી 3850 કિમી પગપાળા પરિક્રમા કરવાનું ફળ મળે છે અને 71 પેઢી ને મોક્ષ મળે છે. ચૈતર માસમાં નર્મદા પરિક્રમા અને નર્મદા સ્નાનનું વિશેષ ધાર્મિક મહત્વછે ત્યારે
એવી ગુજરાતમાં નર્મદા જિલ્લાના માંગરોળ ખાતે આવેલી ગુજરાતી એક માહિતી એકમાત્ર પંચકોશી ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા ૧લી એપ્રિલથી શરૂ થઈ હતી અને આજે ૩૦મી એપ્રિલે પૂર્ણ થાય છે આજે નર્મદા પરિક્રમાના અંતિમ દિવસે પણ ૧૫ હજારથી વધુ ભક્તોએ નર્મદાની પરિક્રમા કરી હતી રોજ સરેરાશ ૧૦ હજાર જેટલા એક મહિનામાં અત્યાર સુધીમાં દોઢ લાખથી વધુ લોકોએ નર્મદાની પરિક્રમા કરી હતી.

જોકે દર વર્ષે લાખો ભક્તો પરિક્રમા કરવા આવે છે પણ ખાસ વિશેષ કોઈ સુવિધા તંત્ર કરી શકી નથી. સેવાભાવિ લોકો સ્વ ખર્ચે સેવાપ્રવૃત્તિ કરે છે.

આટલી મોટી સંખ્યામાં પરિક્રમા કરવા માટે પ્રવાસીઓ વધ્યા છે ત્યારે અહીં ખાસ વ્યવસ્થા નથી. મોટી સંખ્યા માટે ખાવા-પીવા
રહેવા-જમવાની વ્યવસ્થાનો અભાવ જોવા મળે છે. નાવડીઓની સંખ્યા પણમાત્ર ત્રણ જ છે જે ઓછી છે.ઉત્તરોત્તર વધતી જતી સંખ્યાને ધ્યાનમાં લઈનેપૂરતી વ્યવસ્થા કરવામાં પ્રશાશન તંત્ર ઉણું ઉતર્યું છે.અહીં 16થી 20 નાવડીઓની જરૂર છે.

માંગરોળ સુધી આવવા જવા માટે બસો ની સંખ્યા પણ વધારવામાં આવે તેવી પણ માંગ છે. ખાનગી વાહનો લઈને આવતા વાહનોની પાર્કિંગ સમસ્યા પણ ઉભી થઈ છે. આડેધડ પાર્કિંગ થાય છે.તેમજ ૪૦ ડિગ્રી તાપમાન પરિક્રમા માર્ગમાં વનવિભાગ દ્વારા કુટિરો, છત્રીઓ, બેસવા માટે વધુ બાંકડાઓ અને વિસામો મૂકે તે જરૂરી છેમાર્ગમાં વૃક્ષો વાવવાની જરૂર છે . સેવાભાવી સંસ્થાઓ દ્વારા ચા નાસ્તો લીંબુ શરબત છાશ ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. પરંતુ વધતી જતી સંખ્યાને ધ્યાનમાં લઈને આવી વ્યવસ્થાઓને સાધનો પણ ટાંચા પડે છે ત્યારે પ્રશાસન દ્વારા આવી વ્યવસ્થાઓ કરાય તેવી પણ માંગ છે.

જોકે વર્ષ માં એક વાર તે પણ માત્ર એક મહિના માટે પરિક્રમા કરવા માટે હજારો પરિક્રમા કરવા આવે છે તેમના માટે વહીવટી તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરાઈ નથી.જે કોઈ વ્યવસ્થા થાય છે તે માંગરોળ ગ્રામ જનો તથા સેવાભાવિ સંસ્થાઓ અને સેવાભાવિ વ્યક્તિઓ પોતાના ખર્ચે વિના મુલ્યે ચા. નાસ્તા, છાસ, લીંબુ શરબત, ભોજનની વ્યવસ્થા કરે છે એમાં સરકારી પ્રશાશન તંત્ર નિષ્ક્રિય અને ઊંઘતું ઝડપાયું છે. અહીં સારો પાકો રસ્તો પણ તંત્ર બનાવી શકી નથી. ત્યારે જિલ્લા કલેકટર, જિલ્લા પંચાયત અને નગરપાલિકા આ સેવા અને પુણ્યના કામમાં સુવિધાઓ માટે આગળ આવે એવી ભક્તોની માંગ છે.આવતા વર્ષે તંત્ર પરિક્રમા માર્ગને સુવિધા સભર બનાવે એવી માંગ ઉઠી છે.

તસવીર :દીપક જગતાપ, રાજપીપળા

TejGujarati