જન્મતાની સાથે જ તેની કિલકારીઓથી દિકરીઓ શાંત ઘરમાં કોલાહલ કરી મૂકે છે. – સુચિતા ભટ્ટ “કલ્પનાના સુર.”

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

કોઈક એ સહજતાથી પૂછ્યું એક વાત જીવનમાં નથી સમજાતી કે જેના ઘરે દિકરી હોય તેના ઘરનું વાતાવરણ કેમ અલગ હશે? મે કવિતા થકી જવાબ આપ્યો સાંભળજો હો……

જન્મતાની સાથે જ તેની કિલકારીઓથી દિકરીઓ શાંત ઘરમાં કોલાહલ કરી મૂકે છે,

નાના નાના પગમાં ઝાઝરી પહેરીને રૂમઝૂમ કરતી દિકરીઓ ચાલે ત્યારે ઘરમાં રોનક ભરી દે છે,

મોટી થતી જાય તેમ કાલીઘેલી વાણીમાં બધાને કોયલની જેમ બોલાવી બોલાવી મનના સૂના ખૂણામાં ફરી જીવવાની આશા જગાડી દે છે,

પોતાની નાની નાની જિદો પૂરી કરાવતી કરાવતી,બધાને વ્હાલ કરતી કરતી,હસતી હસતી ઘરમાં ખુશીઓનો ખજાનો ભરી દે છે,

કાજલ, બિંદી, બંગડી, ઝાંઝર,ચણિયાચોળી અને ફ્રોકના ઢગલા ઘરમાં દિકરીઓ હોવાનો અહેસાસ કરાવે છે,

પપ્પા ચોકલેટ લાવ્યા, પપ્પા ઢીંગલી ક્યારેય લાવશો? પપ્પા ચૂપ થઇ જાઓ હો નહિ તો ખિજાઈ જઈશ હો, મારા વહાલા પપ્પા ચાલોને ઘોડ઼ો ઘોડ઼ો રમીએ આવી બધી જિદો એક પુરુષને એક પ્રેમાળ પિતાની સાથે એક લાગણીશીલ વ્યક્તિ બનાવી દે છે,

એ જ દિકરી જ્યારે સાસરે જાય છે ત્યારે તેનું મન એટલુ મજબૂત હોય છે કે તેના માતા પિતા માટે તે ગમે તેવા બંધનો તોડી, પોતાનું આત્મસમ્માન ગીરવે મૂકી, ખરું ખોટું સાંભળી પણ દોડતી દુઃખમાં ભાગ પડાવવા આવી જાય છે,

ભાઈ એટલે જ કહ્યું છે જેના ઘરે દિકરી છે તેને તો લીલાલહેર છે…

સુચિતા ભટ્ટ “કલ્પનાના સુર “

TejGujarati