જે કરે છે તેની જ ફરજ થાય છે આદરનો મતલબ ગરજ થાય છે. – મિત્તલ ખેતાણી. રાજકોટ.

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

દધીચી થકી જ વ્રજ થાય છે

જે કરે છે તેની જ ફરજ થાય છે

આદરનો મતલબ ગરજ થાય છે

પ્રાણ આપશો તો જ થશે સેવા

દધીચી થકી જ વ્રજ થાય છે

ધર્મ સગવડિયો ને ચશ્મા સ્વાર્થનાં

રજનું કળિયુગે સદા ગજ થાય છે

સ્વધર્મ પણ ન જાણતાં મૂઢમતિ

અન્યોનાં જીવનનાં જજ થાય છે

વા છૂટ માટે પણ અન્યાશ્રિત એવાં

તોપખાને જવા સજ્જ થાય છે

મિત્તલ ખેતાણી(રાજકોટ,મો.9824221999)નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં થી

TejGujarati