ગુજરાતમાં બીજેપી ફરીથી સત્તામાં આવશે.ખાણ મંત્રીપ્રહલાદ જોશી.

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

ખાણ મંત્રી પ્રહલાદ જોશીની ઉપસ્થિતિમાં રાજપીપળામાં ભાજપની બેઠક મળી

જીતનગર ખાતે નવનિર્માણ પામી રહેલ બિરસામુંડા ટ્રાયબલ યુનિવર્સિટીની જાત મુલાકાત લીધી

ભારત પાસે 10 દિવસ ચાલે તેટલો જ કોલસાનોજથ્થો છે
સ્ટોક-ખાણ મંત્રીપ્રહલાદ જોશી

રાજપીપલા, તા 27

આગામી વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છેત્યારે ચૂંટણીની તૈયારીના ભાગ રૂપે ગુજરાતમા વડાપ્રધાન સહીત કેન્દ્રીય નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે ભારત સરકારના કોલસા મંત્રીપ્રહલાદ જોશી એ પણ નર્મદા જિલ્લાની મુલાકાત લીધી હતી જેમાં રાજપીપળા ટાઉન હોલ માં ભાજપના કાર્યક્રમમાં ઉપરાંત અધિકારીઓ તેમજ ભાજપના આગેવાનો સાથે બેઠકો યોજી હતી

આ બેઠકમાં ગુજરાત ભાજપ
મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, સાંસદ મનસુખ વસાવા, ગીતાબેન રાઠવા, જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ
સહિત ભાજપ કાર્યકરો ઉપસ્થિતરહ્યા હતા. ભારત સરકારનાભારતના સંસદીય બાબતો કોલસાઅને ખાણ મંત્રી પ્રહલાદ જોશીએ
જણાવ્યું હતું કે, વિધાનસભા
ચૂંટણી માટે ગુજરાતમાં સારી રીતે શરૂઆત થઈ છે. વડાપ્રધાનના
માર્ગદર્શન હેઠળ ખૂબ જ સારા રેકોર્ડસાથે ગુજરાતમાં બીજેપી ફરીથીશાસનમાં આવશે.કોમન સિવિલકોડ અંગે તેઓએ જણાવ્યું હતું કે
કોમન સિવિલ કોડમૂદે ઉત્તરાખંડમાંકમિટી બેઠી છે. કમિટીના રિપોર્ટ
પછી સમગ્ર દેશમાં લાગુ કરવાનીવિચારણા છે. તમામ રાજ્યોમાંઆનો અમલ કરી શકાય, યુપીનામુખ્યમંત્રીએ પણ કીધું છે અને આ
અંગેનો નિર્ણય પ્રધાનમંત્રી કરશે.

ખાસ કરીને હાલમાં કોલસાની તંગીવર્તાઇ રહી છે ત્યારે તેઓએ જણાવ્યું
હતું કે થર્મલ પાવર પ્લાન્ટમાં 21મિલિયન ટન સ્ટોક છે જે દસ દિવસસુધી પૂરતો છે. કોલ ઇન્ડિયા સાથે
મળીને કુલ 72 મિલિયન ટનનો
સ્ટોક ભારતમાં છે. અત્યારના સમયેભારત પાસે 70-80 દીવસ ચાલેએટલો સ્ટોક હોવો જોઈએ એનીજગ્યાએ 10-11 દીવસ ચાલે એટલો
સ્ટોક છે.એનો મતલબ એ નથી
10-12 દિવસ પછી કોલસો પુરી થઈજશે. હાલ રોજ 2 મિલિયન ટનકોલસો રિપ્લેશ પણ કરીએ છીએ.
હાલ રશિયાથી ગેસ આવવાનો બંધથયો છે. જેથી ઈમ્પોર્ટ કોલ મળતોનથી અને જનરેશન પણ બંધ હતું,જોકે હાલ ચાલુ થયું છે એટલે થોડી
આવક ઓછી થઇ છે પણ ડિમાન્ડવધી છે. વીજળીનો વપરાશ ખૂબ જ
વધ્યો છે રોજ 3.2 બિલિયન યુનિટવપરાશ સામે 3.5 બિલિયન યુનિટ
વીજ ઉત્પાદન થાય છે.

એ ઉપરાંત
કેન્દ્રીય મંત્રી પ્રહલાદભાઈ જોષી, નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ જીતનગર ખાતે નવનિર્માણ પામી રહેલ બિરસામુંડા ટ્રાયબલ યુનિવર્સિટીની જાત મુલાકાત લીધી હતી. આ વેળાએ ટ્રાયબલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. મધુકર પાડવીએ નિર્માણ પામી રહેલ બિરસામુંડા યુનિવર્સિટીમાં થઇ રહેલી કામગીરી અંગે મંત્રીને વાકેક કર્યાં હતાં. આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવા, પ્રાયોજના વહિવટદાર બી.કે.પટેલ સહિત સંબંધિત અમલીકરણ અધિકારીઓ આ મુલાકાતમાં સાથે જોડાયાં હતાં.

તસ્વીર : દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati