“ આ જિન્દગી”- ડો. દક્ષા જોશી.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત

“ આ જિન્દગી”

થયા બહુ વાદ વિવાદ

આ જિંદગી માં,

હવે નથી કરવા ફિસાદ

આ જિંદગી માં.

સમયની હરોળે બદલાવ

જરૂરી છે,

માટે દૂર કરવા છે પ્રમાદ

આ જિંદગી માં.

વાદ વિવાદ સૌ કરતા રહી ગયા.

હોંશે હોંશે સૌ લડતા રહી ગયા.

ઈચ્છાઓ સૌ ની અમર બની ગઈ,

ને પોતે ક્ષણે ક્ષણે મરતા રહી ગયા.

જાણે અજાણે કર્યુ ખરાબ ઘણું,

પરિણામ મેળવી કપરુ હરકોઈ ડરતા રહી ગયા.

જીવનને મન ખોલી જીવવામાં મજા આવે,

પણ, લોકો રમત સમજી, રમતા રહી ગયા.

પ્રેમમાં પડીએ તો, લાગણીઓમાં તરવાની કળા જોઈએ,

પણ લોકો અહમથી વિકલાંગ બની, ડૂબતા રહી ગયા!

જેમ કાદવ માં કમળ ખીલે તેમ,

મુસીબતો માં હસતા શીખવું

એ જીંદગી.

જેમ પથ્થર ઘસાઈને હીરો બને તેમ,

કઠિન સમય માં થી પસાર થઈ અનોખું વ્યક્તિત્વ બનાવવું

એ જિંદગી.

જેમ કરોળિયો જાળ બનાવે તેમ,

સફળતા માટે ઝઝૂમવું

એ જિંદગી.

જેમ પાનખર પછી વસંત ખીલે તેમ,

ખરાબ સમય ભૂલી આગળ વધતા શીખવું

એ જિંદગી.

જેમ રંગો ચિત્ર ને નિખારે છે તેમ,

બીજાના જીવન માં ખુશીઓ લાવવી

એ જિંદગી.

-ડો. દક્ષા જોશી.

TejGujarati