ડુપ્લિકેટ માર્કશીટ કૌભાંડની તપાસ પ્રકરણમાં રાજપીપળાના ટાઉન PI જગદીશ ચૌધરી ર લાખની લાંચ લેતા ઝડપાયા

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

બિગ ક્રાઇમ

ડુપ્લિકેટ માર્કશીટ કૌભાંડની તપાસ પ્રકરણમાં રાજપીપળાના ટાઉન PI જગદીશ ચૌધરી ર લાખની લાંચ લેતા ઝડપાયા

નર્મદા પોલીસે પકડેલા ડુપ્લિકેટ માર્કશીટના આંતરરાજ્ય કૌભાંડ ઇન્વેસ્ટિગેશનને રાજપીપલાના PI જગદીશ ચૌધરીએ બટ્ટો લગાડ્યો

સ્ટેટ વિજિલન્સ બ્યુરો, હરિયાણાની રોહતક ટીમનું હિમ્મતભર્યું પગલું

રાજપીપલા, તા 26

સમગ્ર દેશમાં ચકચાર જગાવનાર ડુપ્લિકેટ માર્કશીટના આંતરરાજ્ય કૌભાંડ નર્મદા પોલીસે પકડી ભારે પ્રશંશા મેળવી હતી. નર્મદા પોલીસેદેશની જુદી જુદી 35યુનિવર્સીટી ના બોગસ ડિગ્રી સર્ટિફિકેટ પકડી અલગ અલગ કુલ 19 એજન્ટો તેમજ 15 વેન્ડરોનું કૌભાંડ પકડ્યું હતું જેમાં ગુજરાત રાજ્યના 9 એજન્ટોહતા. આ ઇન્વેસ્ટિગેશનમાં નર્મદાપોલીસની ભારોભાર પ્રશંશા પણ થઈ હતી. નર્મદા પોલીસનું ઇન્વેસ્ટિગેશન હજી ચાલુ જ હતું. પણ તેમાં નર્મદા પોલીસે પકડેલા ડુપ્લિકેટ માર્કશીટના આંતરરાજ્ય કૌભાંડ ઇન્વેસ્ટિગેશનને રાજપીપલાના PI એ બટ્ટો લગાડીને પાણી ફેરવી દીધું છે. કારણ કે ડુપ્લિકેટ માર્કશીટ કૌભાંડની તપાસપ્રકરણ માંરૂપિયા ર લાખનીલાંચ
લેતા રાજપીપળાના રાજપીપળા ટાઉન પી.આઈ. જગદીશ ચૌધરીઝડપાયા છે. આ પ્રકરણથી સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે

રાજપીપળા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર
જગદીશ ચૌધરીએ અમરિંદર પુરીના કેસને નબળો
પાડવા અને પૂરક ચાર્જશીટ કોર્ટમાં ન સોંપવા માટે
ત્રણ લાખ રૂપિયાની લાંચ માંગી હોવાની ફરિયાદ
હતી.હરિયાણાના ગુરૂગામના ડીએલએફ ક્ઝ-૧ માં
રહેતા સંદીપ પુરીએ જગદીશ ચૌધરીનો ઈન્સ્પેક્ટરનો
સંપર્ક કરીને એક લાખ રૂપિયા આપ્યા હતા. એ પછી
પણ તેઓ રાજી ન થયા.પછી બાકીના બે લાખ રૂપિયા
ગુરુગ્રામમાં આપવાનું નક્કી થયું હતું. વાતચીત કર્યા
પછી, સંદીપ પુરીએ સ્ટેટ વિજિલન્સ બ્યુરો,
હરિયાણાને ફરિયાદ કરી ફરિયાદ સામે આવતાની
સાથે જ બ્યુરોના ગુરુગ્રામ રેન્જના ડીઆઈજી
બલવાન સિંહ રાણાએ સંપૂર્ણ રણનીતિ તૈયાર કરી
હતી. લાંચ લેતા ઈન્સ્પેક્ટરને પકડવાની જવાબદારી
બ્યુરોની રોહતક ટીમના ઈન્ચાર્જ ડીએસપી સુમિત
કુમારને સોંપવામાં આવી હતી. જેમાં ઈસ્પેક્ટર જગદીશ ચૌધરી સેક્ટર-૪૯ વિસ્તારમાં
સંચાલિત એક ગેસ્ટ હાઉસમાં પહોંચ્યા અને ત્યાં જ
પૈસા લેતા ટીમે તેને પકડી લીધા હતા. ત્યારે લાંચ લેવાના કિસ્સાએ ભારે ચકચાર જગાવી છેઆ એક એવો કિસ્સો બન્યો છે જેમાં સામાન્ય રીતે એક પોલીસ બીજા પોલીસનો બચાવ કરતી જોવા મળતી હોય છે પણ આ કિસ્સામાં એક રાજ્યની પોલીસે લાંચનો ગુનો કર્યો છે બીજા રાજ્યની પોલીસે ગુનેગારને જેલમાં મોકલવાનો અંજામ આપ્યો છે.
બન્યો હોઈ કે એક
રાજ્યની પોલીસ બીજા રાજ્યમાં લાંચ લેતા પકડાઈ
હોઈ. રાજપીપળાના ટાઉન પી.આઈ જગદીશ
ચૌધરીને રાજ્ય વિજિલન્સ બ્યુરો, હરિયાણાની
રોહતક ટીમે લાંચ લેતા આબાદ ઝડપી પાડવામાં
આવ્યા હતા. સોમવારે તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ
પર લેવાના શરૂ કરાયા છે

ડુપ્લિકેટ માર્કશીટના આંતરરાજ્ય કૌભાંડમાં
ધરપકડ કરાયેલા આરોપીના કેસને નબળો પાડવા
રાજપીપળાના ટાઉન પી.આઈ જગદીશ ચૌધરીને રાજ્ય વિજિલન્સ બ્યુરો, હરિયાણાની રોહતક ટીમ દ્વારા રવિવારે રાત્રે ગુરુગ્રામના સેક્ટર-49 વિસ્તારમાંથી 2 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લા પોલીસે ફેક ડિગ્રી-માર્કશીટનું
આંતરરાજ્ય ઝડપી પાડ્યું હતું. નર્મદા એલ.સી.બી
ટીમે દિલ્હીથી મહિલા સૂત્રધારને ઝડપી પાડી હતી.
તો બીજી બાજુ તત્કાલીન જિલ્લા પોલિસ વડા
હિમકરસિંહે આ મુદ્દે વધુ તપાસ માટે ડી વાય એસ
પીની એસ.આઈ.ટીની રચના કરવાની જાહેરાત કરી
છે. આ કેસની તપાસ રાજપીપળા ટાઉન પી.આઈ
જગદીશ ચૌધરી પણ કરી રહ્યા હતા.યુનિવર્સિટીની નકલી ડિગ્રી બનાવવાના મામલે
નર્મદા પોલિસે હરિયાણાના ગુરૂગ્રામની એક
મહિલાની ધરપકડ કરી હતી. તેની પૂછપરછ
દરમિયાન ફરીદાબાદના અમર નગરમાં રહેતા
અમરિંદર પુરીની ભૂમિકા સામે આવતા એને
રાજપીપળા પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. તપાસ
બાદ ૨૪ ફેબ્રુઆરીએ તેની ધરપકડ કરવામાં આવી
હતી. તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati