કુમકુમ મંદિર દ્વારા શ્રી અબજીબાપાશ્રીની વાતોની ઓડિયો લીરિક્સ તૈયાર કરવામાં આવી.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

કુમકુમ મંદિર દ્વારા શ્રી અબજીબાપાશ્રીની વાતોની ઓડિયો લીરિક્સ તૈયાર કરવામાં આવી.

  • સૌ મોબાઈલ ફોનની સ્ક્રીન ઉપર સદગુરુ સ્વામીશ્રીના મુખે બોલાયેલ શ્રી અબજીબાપાશ્રીની વાતો સાંભળી પણ શકશે અને વાંચી પણ શકશે. – સાધુ પ્રેમવત્સલદાસજી

તા.ર૬ એપ્રિલને મંગળવાર – ચૈત્રી વદ એકાદશીના શુભદિને શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર દ્વારા કુમકુમ મંદિરના સંસ્થાપક સાધુતાની મૂર્તિ સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના મુખે બોલાયેલ શ્રી અબજીબાપાશ્રીની વાતોની ઓડિયો લીરિક્સ તૈયાર કરવામાં આવી હતી તેનું વિમોચન કરવામાં આવ્યું.

પ્રસંગે પ્રોગ્રામ અંગેની માહિતી આપતાં કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, શ્રી અબજીબાપાશ્રીની વાતોની ભાગ – ૧ મા કુલ ર૫૧ વાતો છે.આ સમગ્ર વાતોનું કુમકુમ મંદિરના સંસ્થાપક સાધુતાની મૂર્તિ સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના મુખે બોલાયેલ રેકોર્ડિંગ છે તે અને જે શ્રી અબજીબાપાશ્રીની વાતોનું લખાણ છે તેનો એક સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગીઓ મોબાઈલ ફોનમાં અથવા તો ટી.વી.સ્ક્રીન ઉપર લાભ લઈ શકે તેવા હેતુ થી આ પ્રોગ્રામ બનાવવામાં આવ્યો છે.

અત્યાર સુધી આપણા આધ્યાત્મિક ગ્રંથો દ્વારા આપણા સંસ્કારો,સંસ્કૃતિ અને સદાચારમય ધાર્મિક બાબતો જાણી શકાતી હતી. પરંતુ હવે સમય પ્રમાણે પરિવર્તન આવ્યું છે. ટેક્નોલોજીની ક્રાંતિએ સૌની જરૂરિયાત અને સ્વીકારના સ્વરૂપ બદલી નાંખ્યા છે.તેના કારણે શ્રી અબજીબાપાશ્રીની વાતોના ગ્રંથને આ રીતે ઓડિયો લીરિક્સના માધ્યમથી સૌના હસ્તમાં મૂકવામાં આવી છે.

આ જે શ્રી અબજીબાપાશ્રીની રપ૧ વાતો છે તેમાંથી દરરોજ એક વાતને તા.ર૬ એપ્રિલ મંગળવારથી નિત્ય સ્વામિનારાયણ મંદિર કુમકુમ યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરવામાં આવશે. જેથી દેશ વિદેશના અનેક યુવાનો અને વડીલ સત્સંગી ભાઈ બહેનો આ બાપાશ્રીએ જે જીવન સંદેશ આપ્યો છે તેનો લાભ પ્રાપ્ત કરી શકશે.

આ જીવનપ્રાણ બાપાશ્રીએ શ્રી સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરીતા, ધ્યાન કરીને ભગવાનનો સાક્ષાત્કાર કેવી રીતે કરી શકાય છે ? અનાદિમુક્તની સ્થિતિ, ભગવાનની મૂર્તિમાં રહેવાની વાત, ઈત્યાદિક મહત્તમ જે સિદ્ધાંતો છે તેનું નિરુપણ આ વાતોમાં કર્યું છે. તેના કારણે આજનો જનસમાજ ખૂબ જ સરળતાથી ભગવાનને સમજી શકે છે, અને પોતાનામાં રહેલા દોષોને જાણી શકે છે, અને તે દોષોને ટાળવાના ઉપાયો પણ સરળપણે કરી શકે તેવા હેતુથી જીવનપ્રાણ બાપાશ્રીએ વાતો કરેલી છે. તો આપણે સૌ કોઈ આ વાતોને સાંભળીએ,વાંચીએ અને તેનો લાભ લઈએ અને આપણે આધ્યાત્મિક માર્ગે વધુ આગળ પ્રયાણ કરીએ.

  • સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ
  • મો. ૯૮૯૮૭૬૫૬૪૮

TejGujarati