એચ.એ. કોલેજ ધ્વારા નેક સંદર્ભનો વર્કશોપ યોજાઈ ગયો.

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

ગુજરાત લૉ સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સમાં UGCના NAAC ધ્વારા થતા દેશની ઉચ્ચ શૈક્ષણીક સંસ્થાઓનું મૂલ્યાંકન સંદર્ભનો વર્કશોપ યોજવામાં આવ્યો હતો. NAACના નિયમ મુજબ દરેક સંસ્થાઓએ દર પાંચ વર્ષે આ પ્રોસેસમાં જવુ પડે છે. આ પ્રોસેસની કામગીરી, રીપોર્ટ તૈયાર કરવો, માહિતી ક્યાંથી તથા કેવી રીતે ભેગી કરવી તથા નિયમ મુજબ NAAC બેંગલોરને કેવી રીતે સબમીટ કરાવવુ તેની સચોટ માહિતી મુંબઈ માસ્ટરસોફ્ટ કંપનીના એકેડેમીક હેડ ડૉ.પ્રશાંત બોરકરે આપી હતી. જીએલએસના રજીસ્ટ્રાર ડૉ.ભાલચંદ્ર જોષીએ કહ્યું હતુ કે દરેક ઉચ્ચ શૈક્ષણીક સંસ્થાઓએ NAACનું મૂલ્યાંકન મેળવવુ જોઈએ જેથી કોલેજની મર્યાદાઓ તથા સ્ટ્રેન્થની ખબર પડે. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે NAAC ધ્વારા પ્રસિધ્ધ સાત ક્રાઈટેરીયામાં અનેક ફેરફારો થયા છે જે તમામ શૈક્ષણીક સંસ્થાઓએ જાણવા જોઈએ તથા મૂલ્યાંકન પ્રોસેસમાં જવુ જોઈએ કારણકે હવેથી સંસ્થાની ગ્રાંટ નેક ધ્વારા મળેલ ગ્રેડ પ્રમાણે મળે છે. ભારત સરકાર ધ્વારા કરોડો રૂપીયાની ગ્રાંટ મળેલ NAACના ગ્રેડ ઉપર આધારીત છે. આ મૂલ્યાંકનમાં કોલેજની એકેડેમીક સિધ્ધિઓ, પરિણામો, સામાજીક પ્રવૃત્તિઓ, રમતગમત તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, જોબ પ્લેસમેન્ટ, લિડરશીપ, મેનેજમેન્ટનો સહકાર, વિદ્યાર્થીઓની હાજરી, રીસર્ચ વર્ક, કોલેજનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સ તથા ફેસીલીટી વિગેરે ધ્યાને લેવાય છે. આ વર્કશોપમાં અમદાવાદની વિવિધ કોલેજોના આચાર્યો તથા અધ્યાપકોએ ભાગ લીધો હતો.

TejGujarati