આજે ચૈત્ર વદ દશમ ૨૫-૦૪-૨૨ શ્રી સીમંધર સ્વામી ભગવાન સહીત ૨૦ વિહરમાન તીથઁકરોનું જન્મ કલ્યાણક 🙏🏻🙏🏻

ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન સમાચાર

વિહરમાન તીર્થંકરો એટલે અત્યારે હાલમાં મહાવિદેહ ક્ષેત્રમાં વિચરી રહેલા તીર્થંકરોને (વિદ્યમાન) વિહરમાન તીર્થંકર કહેવાય છે.

જધન્યથી વીસ તીર્થકરો એક સાથે મહાવિદેહમાં વિચરતા હોય છે ને આ પ્રમાણે જંબુદ્વિપના પૂર્વ મહાવિદેહમાં સીતા મહાનદી વડે ઉત્તર અને દક્ષિણ એમ બે ભાગમાં વિચરે છે.

તેમાં પણ ઉત્તરમાં એક અને દક્ષિણમાં એક એમ જંબુદ્વિપના પૂર્વ વિદેહના બે ભાગ કરાયા છે. ઉત્તરપૂર્વ વિદેહમાં એક તીર્થંકર અને દક્ષિણપૂર્વ વિદેહમાં એક તીર્થંકર. આ પ્રમાણે પશ્ર્ચિમ મહાવિદેહના પણ સીતોદા મહાનદીએ ઉત્તર અને દક્ષિણ એમ મહાવિદેહ ક્ષેત્રના ચાર તીર્થંકર થયા.

આ પ્રમાણે બીજા ૨ દ્વિપો સંબંધી ચાર મહાવિદેહના ચાર ચાર તીર્થંકરો ગણતા પાંચ મહાવિદેહના ૨૦ તીર્થંકર થયા.

વિશેષતાઃ

1) મહાવિદેહ ક્ષેત્રમાં હંમેશા ૨૦ તીર્થકરો વિચરે છે.

2) કયારેય આ ક્ષેત્ર તીર્થંકર વગરના હોતા નથી.

3) આ બધા તીર્થંકરનો જન્મ એક સાથે સત્તરમા તીર્થંકર શ્રી કુંથુનાથ ભગવાનના નિર્વાંણ પછી થયો હતો.

4) ૨૦માં તીર્થંકર શ્રી મુનિસુવ્રત સ્વામીના નિર્વાણ પછી મહાવિદેહના બધા જ તીર્થંકરોએ એક સાથે દીક્ષા લીધી.

5) ૨૦ તીર્થંકરો ૧ હજાર વર્ષ છદ્મસ્થ અવસ્થામાં રહે છે. બધાને સાથે જ કેવળજ્ઞાન થાય છે.

6) ભરતક્ષેત્રની નવી ચોવીસીના સાતમા તીર્થંકર શ્રી ઉદયપ્રભસ્વામીના નિર્વાણ પછી આ વીસ વિહરમાન તીર્થંકરો મોક્ષને પામશે.

7) ત્યાં એવો અટલ નિયમ છે કે બધા જ વીસ તીર્થંકરના ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને મોક્ષ સાથે જ થાય છે.

8) એવો પણ નિયમ છે કે વર્તમાન વીસ તીર્થંકરો દીક્ષા લે છે ત્યારે નવા વીસ જન્મ છે તે પ્રમાણે જ વર્તમાનને કેવળજ્ઞાન થાય તો નવા દીક્ષા લે, વર્તમાન મોક્ષ પામે તો નવા કેવળી બને અને નવા કેવળી બને તો નવા ૨૦ તીર્થંકરોના જન્મ થાય. આમ, કયારેય આ પૂણ્યવંતી ભૂમિ પર તીર્થંકર ભગવંતની ખોટ નથી પડતી.

9) પ્રત્યેક તીર્થંકરના ૮૪-૮૪ ગણધર હોય છે ૧૦-૧૦ લાખ કેવળી, ૧-૧ અબજ સાધુ-સાધ્વી હોય છે.

10) વીસે તીર્થંકરોના સંઘમાં કુલ ૨ કરોડ કેવળી, ૨ હજાર કરોડ સાધુ અને ૨ હજાર કરોડ સાધ્વી હોય છે.

દરેક તીર્થંકરની ૧-૧ નવકારવાળી ગણવી શકય હોય તો શક્તિ પ્રમાણે વધારે ગણવી.

🙏🏻🙏🏻

અનંતજ્ઞાન દર્શનથી ભરેલા વિહરમાન તીર્થંકર તેમાં પણ શ્રી સિમંધરસ્વામી જેમને ભરતક્ષેત્ર સાથે ઋણનું બંધ છે. તે પોતાના જ્ઞાનમાં સર્વ જાણે જ છે. તેથી ભકતની ભક્તિને ગ્રહણ કરી તેને તારે છે.

શ્રી જગચિંતામણી ચૈત્યવંદનમાં કહ્યું છે

‘સંપઈ જિણવર વીસ મુણિ બિહું કોડિ હિં વરનાણ

સમણહ કોડિ સહસ્સ દુઅ થુણિજજઇ નિચ્ચ વિહાણિ’🙏🏻🙏🏻

એમ વર્તમાનમાં વિચરતા વીશ તીર્થંકર, બે ક્રોડ કેવળજ્ઞાની, બે હજાર ક્રોડ સાધુઓને વંદન કરવામાં આવ્યું છે.

૨૦ વિહરમાન ભગવંતોના નામઃ

૦૧. શ્રી સીમંધર સ્વામી

૦૨. શ્રી જુગમંધર સ્વામી

૦૩. શ્રી બાહુ સ્વામી

૦૪. શ્રી સુબાહુ સ્વામી

૦૫. શ્રી સુજાતનાથ સ્વામી

૦૬. શ્રી સ્વયંપ્રભ સ્વામી

૦૭. શ્રી ઋષભાનન સ્વામી

૦૮. શ્રી અનંતવીર્ય સ્વામી

૦૯. શ્રી સુરપ્રભ સ્વામી

૧૦. શ્રી વિશાલપ્રભ સ્વામી

૧૧. શ્રી વ્રજધર સ્વામી

૧૨. શ્રી ચંદ્રાનન સ્વામી

૧૩. શ્રી ચંદ્રબાહુ સ્વામી

૧૪. શ્રી ભુજંગદેવ સ્વામી

૧૫. શ્રી ઈશ્વર સ્વામી

૧૬. શ્રી નેમપ્રભ સ્વામી

૧૭. શ્રી વીરસેન સ્વામી

૧૮. શ્રી મહાભદ્ર સ્વામી

૧૯. શ્રી દેવજસ સ્વામી

૨૦. શ્રી અજિતસેન સ્વામી

શ્રી સીમંધર સ્વામી ભગવાન સહીત ૨૦ વિહરમાન તીથઁકરોની જય જયકાર 🙏🏻🙏🏻

જાપ -૨૦ નવકારવાળી

જન્મ કલ્યાણકે

ૐ હ્રીં શ્રી સીમંધરસ્વામી અર્હતે નમ:🙏🏻🙏🏻

સાભાર સંકલન

TejGujarati