નર્મદા જિલ્લામાં દિવ્યાંગો અને મુકબધીર ભાઇઓ બહેનો તેમજ અંધજન માટે રમત સ્પર્ધાઓનુ આયોજન

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

નર્મદા જિલ્લામાં દિવ્યાંગો અને મુકબધીર ભાઇઓ બહેનો તેમજ અંધજન માટે રમત સ્પર્ધાઓનુ આયોજન

રાજપીપલા,તા 23
રાજ્ય સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર તેમજ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા આયોજીત અને જિલ્લા વહીવટીતંત્ર નર્મદા તેમજ જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી નર્મદા દ્વારા સંચાલીત સ્પે.ખેલમહાકુંભનુ આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા.૦૬/૦૫/૨૦૨૨ ને શુક્રવારના રોજ શારીરિક અસ્થિ વિષયક (વિકલાંગ) ભાઇઓ/બહેનો તેમજ મુકબધીર ભાઇઓ બહેનો માટેની રમત સ્પર્ધાઓ અને ૦૭/૦૫/૨૦૨૨ ને શનિવારના રોજ માનસિક ક્ષતિગ્રસ્ત (M.R) ભાઇઓ/બહેનો તેમજ અંધજન (બ્લાઇન્ડ) ભાઇઓ બહેનોની રમત સ્પર્ધાઓનુ આયોજન છોટુભાઇ પુરાણી ડીગ્રી કોલેજ, રાજપીપલા ખાતે થનાર છે. જેથી જિલ્લામાં અસ્થિ વિષયક (વિકલાંગ) તથા માનસિકક્ષતિ ધરાવતા (MR) અને મુકબધીર રમતવીરોને ભાગ લેવા માટે જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી ખાતેથી તા.૦૪/૦૫/૨૦૨૨ સુધી ફોર્મ મેળવી જમા કરાવવાના રહેશે, તેમ જિલ્લા રમત-ગમત અધિકારી, રાજપીપલા-જિ.નર્મદા તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટ :દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati