એક સામાન્ય પ્રસંગે મને ઘણું શીખવ્યું.. સુચિતા ભટ્ટ “કલ્પનાના સુર “

ગુજરાત ભારત સમાચાર

પ્રેરક પ્રસંગ..

થોડા સમય પહેલા પરિવાર સાથે આબુ ફરવા ગયેલા. સાંજ પડી એટલે જમવાનો પ્લાન કર્યો, વિચાર્યું પિઝા ખાઈ લઈએ અમે ટેબલ પર ગોઠવાયા સામાન્ય રીતે પિઝા ખાતા હોઈએ ત્યારે પીઝાનો પાછળનો ભાગ જે થોડો હાર્ડ હોય તે આપણે કાઢી દઈએ છીએ. અચાનક મારું ધ્યાન બહાર પડેલા કચરાના ડબ્બાની ઉપર પડ્યું, ત્યાં એક ગરીબ બાળક ડબ્બામાં થી પિઝાના પાછળના ભાગના ટુકડા વીણી વીણીને ખાતો હતો, તે જોતા જ મારું કાળજું કંપી ઉઠ્યું, હું સમયની રાહ ના જોતા બહાર આવી મે વિચાર્યું હું તેને પિઝા ખવડાવું કા તો મારાથી બનતી મદદ કરું પણ તે બાળક ત્યાં નહોતું, તેનો મને રંજ થયો, કહેવાનો ભાવાર્થ એટલો કે હું કદાચ તે વખતે તેને જમાડું પણ પછી શું? પરિસ્થિતિ તો ત્યાંની ત્યાં જ રહેવાની ને, ત્યારથી વિચાર કર્યો કે અન્નનો બગાડ ક્યારેય નહિ કરું,જો કદાચ પરિસ્થિવશ વધુ બની ગયું અને ના ખવાયું તો આપણી આસ પાસ એવા કેટલાય જીવ છે તે ભૂખ્યા સુઈ જાય છે.તે લોકો સુધી પહોંચતી કરીશ.જે વસ્તુ આપણી નજરમાં નકામી હોય તે બીજા માટે જીવવા માટેનું કારણ પણ હોઈ શકે,મે ઘણા એવા નબીરા જોયા છે કે અઢળક કામના ભારણના લીધે સ્ત્રીથી સામાન્ય રસોઈમાં થોડું વધુ મીઠુ પડી ગયું હોય કા તો સામાન્ય ફેરફાર થયો હોય તો પણ અન્નનું અપમાન કરે છે, અને પત્નીને ખરી ખોટી સંભળાવે છે,અલા ભાઈ તને જમવાનું મળે છે તે જ તારા માટે નસીબની વાત છે,જો તું સ્ત્રીનું માન ના જાળવી શકે તો કાંઈ નહિ પણ જે ભોજન થકી તારો દેહ ચાલે છે તેની તો કદર કર…

TejGujarati