*રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને સિદ્ધિવિનાયક દેવસ્થાન, દેવનગરી મહેમદાવાદના સંયુક્ત ઉપક્રમે સામાજિક સમરસતા યજ્ઞ યોજાયો*

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

ડો.બાબાસાહેબ આંબેડકર જન્મ જ્યંતિ નિમિત્તે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને સિદ્ધિવિનાયક દેવસ્થાન, દેવનગરી મહેમદાવાદ ના સંયુક્ત ઉપક્રમે ‘સામાજિક સમરસતા યજ્ઞ’ સિદ્ધિવિનાયક દેવસ્થાન,મહેમદાવાદ જિ.ખેડા ખાતે યોજાઈ ગયો. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દર વર્ષે શિક્ષણ જગત અને સમગ્ર સમાજને સામાજિક સમરસતા ના સેતુ થી જોડવા માટે સતત કાર્યશીલ છે. ત્યારે આ વર્ષે પરંપરા મુજબ સંગઠનનો પ્રાન્ત કક્ષાનો સામાજિક સમરસતાનો કાર્યક્રમ યજ્ઞ સ્વરૂપે કરવામાં આવ્યો. આ સામાજિક સમરસતા યજ્ઞમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતનાદરેક જિલ્લા તથા તાલુકાના ૧૧૦૦ જેટલા કાર્યકર્તા વિશાળ જન સંખ્યા હાજર રહી. સિદ્ધિવિનાયક દેવસ્થાન, દેવનગરી મહેમદાવાદના ટ્રસ્ટી શ્રી નરેન્દ્રભાઇ પુરોહિત તથા મંદિરના મહંતશ્રી સંતોષ ગીરી મહરાજની પ્રેરક ઉપસ્થિતિ રહી. આ કાર્યક્રમમાં ગાયત્રી પરિવારના કાર્યકર્તાઓ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી ૫૧ કુંડી ગાયત્રી યજ્ઞમાં ૧૦૦ જેટલી દંપતીએ પૂજન અર્ચન કર્યું .તેમજ ૫૦૦ જેટલા કાર્યકર્તાઓએ યજ્ઞમાં આહુતિ આપી.યજ્ઞની સમાપ્તિ બાદ સામાજિક સમરસતાના વૈચારિક કાર્યક્રમમાં સંગઠનના પ્રદેશ અધ્યક્ષ શ્રી ભીખાભાઈ પટેલે સામાજિક સમરસતા માં સંગઠનના કાર્યકર્તાઓનું યોગદાન તથા શિક્ષણ જગતમાં શિક્ષકોને સામાજિક સમરસતાના વિચારને કાર્યાન્વિત કરવા માટે નું આહવાન કર્યું આ કાર્યક્રમના મુખ્ય સંયોજક શ્રી કિશોરકુમાર પરમાર દ્વારા સમાજિક સમરસતા

વેગવંતી બનાવવા પોતાનો વિચાર મુક્યો .આ કાર્યક્રમના મુખ્ય વક્તા શ્રી ભાનુભાઈ ચૌહાણે ડો. બાબા સાહેબ આંબેડકરના જીવન પર ધર્મ અને વિજ્ઞાન આધારિત સચોટ વાત સ્પષ્ટ કરી. મહંતશ્રી સંતોષગીરી બાપુએ આ કાર્યક્રમ નું આયોજન કરવા બદલ આશિર્વચન આપ્યા આ કાર્યક્રમ ની સમગ્ર વ્યવસ્થા

પ્રાન્ત સ્તરના કાર્યકર્તા શ્રી રાજેન્દ્ર સિંહ રાઉલજીના માર્ગદર્શન નીચે ખેડા જિલ્લાના અધ્યક્ષ શ્રી નિકેશભાઈ સેવક, મંત્રી શ્રી પ્રવીણસિંહ વાઘેલા તથા ખેડા જિલ્લાની બહેનોની શક્તિ દ્વારા સમગ્ર વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું. અન્ય સમાજના લોકો એ પણ ઉપસ્થિત રહી ને આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો. સંસ્થાના ટ્રસ્ટી શ્રી નરેન્દ્રભાઇ પુરોહિતે ભોજનની વ્યવસ્થા પુરી પાડી હતી.સમગ્ર કાર્યક્રમનું સચોટ આયોજન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંતના સંગઠન મંત્રી શ્રી ઘનશ્યામભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું.

ભવદિય

રાષ્ટ્રીય શૈક્ષિકમહા મહાસંઘ ગુજરાત.

TejGujarati