પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું એરફોર્સ સ્ટેશન ખાતે આગમન પર ભવ્ય સ્વાગત કરાયું. જામનગરના રાજવી સાથે કરી મુલાકાત

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

જામનગર

જામનગર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું એરફોર્સ સ્ટેશન ખાતે આગમન પર ભવ્ય સ્વાગત કરાયું. જામનગરના રાજવી સાથે કરી મુલાકાત

WHO ના ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન કેન્દ્રના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જામનગર એરપોર્ટ સ્ટેશન ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ તેમનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું. પીએમ નો કાફિલો એરફોર્સ સ્ટેશનથી નીકળી દિગજામ સર્કલ થઈ જામનગરના રાજવી શેતૃશલ્ય જી જામ સાહેબના ત્યાં પાઇલોટ બંગલો પહોંચ્યો હતો જ્યાં પીએમ નરેન્દ્ર મોદીએ આશરે 25 મિનિટથી વધુ સમય વિતાવ્યો હતો અને તેઓની સાથે વાતચીત કરી તેમના ખબર અંતર પૂછ્યા હતા. આ ક્ષણને પાઇલોટ બંગલોની આસપાસના રહેવાસીઓએ માણી હતી અને તેઓ ભારતના પીએમને જોઈ ઉત્સાહી અને આનંદ અનુભવ્યો હતો અને મોદી મોદીના નારા લગાવી તેમને જોયાનો ગર્વ અનુભવ્યો હતો. આશરે 25 મિનિટ બાદ પીએમ નરેન્દ્ર મોદી સર્કિટ હૉઉસ જવા રવાના થયા હતા અને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.

TejGujarati