મહુડાની આવક સાથે ભાવ ઘટ્યા

આંતરરાષ્ટ્રીય ગુજરાત બિઝનેસ ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

નર્મદામા મહુડાની આવક સાથે ભાવ ઘટ્યા

ભાવ કિલોના 29 રૂા. થતાં આદિવાસીઓ
ખાનગી વેપારીઓનેમાર્કેટ મા 40થી 42નાં ભાવે વેચી દે
છે

માંડ ૧૦% આવક, બહાર માર્કેટ રેટ 40થી42 સામે નિગમનો ભાવ 29 રૂપિયે કીલો

મહુડા આદિવાસીઑ ને રોજગારી આપે છે

: રાજપીપલા,તા 19

નર્મદા જિલ્લામાં આદિંવાસીઓના કલ્પવૃક્ષ
ગણાતા મહુડા ફૂલની સિઝન લેટ શરુ થઈ છે. ત્યારે ચાલુ સાલે એપ્રિલ ના પ્રારંભે હાલ મોડીમહૂડાની સિઝન શરુ થઇ છે. ત આ વર્ષે
નિગમ પાસે માંડ હજી આવક આવી જ નથી કારણ ભાવ ઓછા હોવાથી આદિવાસીઑ માર્કેટમા બહાર જ્યાં ભાવ વધારે હોય ત્યાં વેચી દે છે.
.
રાજપીપલા વન વિકાસ નિગમના ચેરમેનએમ એન વાઘેલા ના જણાવ્યા અનુસાર
આદિવાસીઓમાં માટે
કલ્પવૃક્ષ અને રોજગારીનો વિકલ્પ મહુડા ગણાય છે. ચાલુ સાલેમહુડાફૂલની આવક ઘટી ગઇ છે. સાથે ભાવમાં
પણ વંધારો થયો નથી. નિગમનો કીલોનો ગયા
વર્ષનો 30રૂ.ના ભાવ ની સામે આ વર્ષે 29રૂા.નો થયો છે.
બીજી બાજુ ચૂંટણી
ટાણે દારૂબંધીનો કડક અમલ થતા દેશીદારુવાળા પણ હવે મહૂડાના ફૂલ લેતા નથી.
નર્મદામાં ઝરવાણી, રાજપીપલા અને દેડીયાપાડા
ખાતે કલેક્શન સેન્ટરો પર મહુડા ફૂલનુંએકત્રીકરણ થાય છે. વહેલી સવારે
આદિવાસીઓ મહુડા ફૂલ વીણવા ટોપલીઓ
લઇને આવવાના શરુ થયાં છે. મહુડાફૂલ વીણીને
તેને સુકવે છે, સુકવીને તે નિગમને કે એજન્ટને
વેચે છે. પહેલા રોકડા પૈસા મળતા હતા હવે ચેકથી પેમેન્ટ થાયછે . મહુડાફૂલ આદિવાસીઓ માટે રોજગારીનું સાધન ગણાય છે. મહૂડાનીસિઝન એપ્રિલથી ૩૦ મે સુધી ચાલે છે.
મહૂડાના ઝાડ પર પહેલા પાન ખરી જાય છે.તેથી ઝાડ બોડકુ થઇ જાય છે, ત્યાર પછી તેને
હાથા આવે છે. પછી ફૂલ આવવાના ચાલુ થાય
છે. ફૂલને વીણીને આદિવાસી
ઑ છાપરે ઘર પર સુકવી દે છે, અને પછીતેને વેચી દે છે.

જોકે મહૂડાનુ એક પરિપક્વ વૃક્ષ એક સિઝનમા
એક મણ એટલે કે ૧૦૦ કીલો કરતા પણ વધુફૂલ આપે છે. મહૂડાની એક ખાસીયત એ છે કેતેના ઉપર એક પણ પાન હોતા નથી એટલે કે
સંપૂર્ણ નગ્ન અવસ્થામાં હોય છે. મહૂડાનું એક
ઝાડ સદીઓ સુધી મજબૂત એવુ લાકડું આપે છેકે જેને વહેરતાં બેન્સોના પાના પણ તૂટી જાયછે. મહૂડાનુ ફળ જેમાથી ડોળી બને છે.
તેમાથી તેલ બને છે. જે સ્વાથ્ય માટે પોષ્ટીકઅને આરોગ્ય વર્ધક ગણાય છે. સરેરાશ ૭ થી ૮વર્ષે ફળ આપવા તૈયાર થતુ અને ૧૫ વર્ષે ભરપુર
ફળો આપતા મહૂડાના વૃક્ષને કાપવા ઉપરસરકારે પ્રતિબંધ મૂકયો છે. આદિવાસીઓ માટે
મહૂડો કમાઉ દીકરો ગણાતો હોવાથી તેમના માટે
મહૂડો આરાધ્ય દેવ તરીકે તેની પૂજા પણ કરે છે,
તેથી તેને કયારેય કાપતા પણ નથી.

મહુડાના ફૂલ, પાન, ફળ છાલ, મૂળિયા બધું જ
ઉપયોગીછે જીલ્લા આયુર્વેદ અધિકારી ડો.નેહા પરમારના
જણાવ્યા અનુસાર મહૂડાના વૃક્ષને કલ્પવૃક્ષ
એટલા માટે ગણાય છે કે કારણ કે તેના ફળ,
ફૂલ,પાંદડા,ડાળી, છાલ,મૂળીયા તમામ વસ્તુઓ
પંશુ તેમજ માનવ આહાર, બળતણ,ખાદ્યતેલ
તરીકે વપરાય છે. મહૂડાના તેલમાથી સાબુ-શેમ્પુ
બને છે. તેલ કાઢયા પછી નીકળતો ખોળ પણ
કેટલ ફૂડ તરીકે કામમાં આવે છે. મહૂડાની
છાલમાથી આયુર્વેદીક ઔષધ બને છે. સુકા
મહૂડામાં આંબળા, બહેડા, હરડે સમાન ભાગે
લઈ તેનું ચૂર્ણ બનાવી યોગ્ય માત્રામાં લેવામાં
આવે તે ગળાની ઉપરના રોગો મટે છે. મહૂડા ના રસ સાથે મધ મેળવી તેનું નસ્ય કરવાથી હેડકી મટે છે. તાજા ફૂલોનુ શાક પણ બને છે.
રક્તપીત્તમાં મહૂડાના કાને મધમાં ચાટવાથીલાભ થાય છે. આદિવાસીઓ મહુડાના ફૂલને
શેકીને ખાય છે. તેના ફૂલ વીર્ય વર્ધક, પોષ્ટીક,સ્નીગ્ધ અને ચીકાસ વાળા હોય છે. જે પાકેલાખાવાથી વીર્ય બળમા વૃધ્ધિ થાય છે.

હવે તો મહુડાના લાડુ અવે બિસ્કીટ પણ બજારમાં
ઉપલબ્ધ છે હવે તો મહૂડાના લાડુ અને બીસ્કીટ અને
મહૂડાનો આઇસ્ક્રીમ પણ બને છે. પોષ્ટીકગણાતા મહૂડાને સુકવીને પ્રોસેસીંગ કરીને
નાગલી સાથે મીક્સ કરીને દેડીયાપાડાના
આદિવાસીઓ મહૂડાના બિસ્કીટ બનાવે છે.
દેડીયાપાડાના એક ગૃપે મહૂડાના બીસ્કીટ
બનાવી વન વિભાગના સૌજન્યથી ટ્રેડીશનલ ફૂડ
ફેસ્ટીવલમાં ભૂલભૂલૈયા વાનગી મેળામાં ભાગ
લઇ સારી એવી કામગીરી કરતા તેને વન વિભાગે બીરદાવી હતી.

રિપોર્ટ :દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati