કર્ણાટકના રાજયપાલ થાવરચંદ ગેહલોતઅને ભારત ખાતેના જાપાની રાજદૂત સતોશી સુઝુકીએસ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

DEEPAK JAGTAP (RAJPIPLA )
NARMADA
………………………………..

કર્ણાટકના રાજયપાલ થાવરચંદ ગેહલોત
અને ભારત ખાતેના જાપાની રાજદૂત સતોશી સુઝુકીએ
સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી.

સરદારની પ્રતિમાને પાદપૂજા કરીને ભાવાંજલી અર્પી.

રાજપીપલા,તા.15

કર્ણાટકના રાજયપાલ થાવરચંદ ગેહલોતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને સરદાર પટેલની પ્રતિમાને પાદપૂજા કરીને ભાવાંજલી અર્પીહતી

રાજયપાલ થાવરચંદ ગેહલોતે ભાવાંજલી આપતા મુલાકાત પોથીમાં તેમણે નોંધ્યું કે, વિશ્વ ધરોહર સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇને અત્યંત પ્રભાવિત છુ,સરદાર વલ્લભભાઇ પટેલની પ્રેરણા આ પ્રતિમાથી નિરંતર સૌને મળતી રહેશે અને તેનાથી દેશની એકતા અને અખંડીતતા વધુ મજબુત થશે તેવો આશાવાદ સેવ્યો હતો. ગેહલોતે વધુમાં જણાવ્યુ હતુ કે, પ્રતિમાના નિર્માણ થકી સમસ્ત એકતાનગરનો વિકાસ થયો છે અને સાથે સાથે સ્થાનિય આદિવાસી સમાજને પણ સીધી રોજગારી મળી છે જે માનનીય પ્રધાનમંત્રીના પ્રયત્નોને કારણે શકય બન્યુ છે.પ્રતિમાના નિર્માણ સાથે જોડાયેલા તમામનો આભાર વ્યકત કર્યો હતો. રાજયપાલ થાવરચંદ ગેહલોતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લ્ભભાઇ પટેલ સાહેબની અતિ વિરાટ પ્રતિમાની પાદ પૂજા કરી ભાવવંદના કરી હતી. ત્યારબાદ ૧૩૫ મીટરની ઊંચાઈએ આવેલ વ્યુઇંગ ગેલેરી પ્રતિમાના હદય સ્થાનેથી અદભૂત નજારો પણ માણયો હતો. તદ્દઉપરાંત વિધ્યાંચળ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું. ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન, લાયબ્રેરી, સરદાર સાહેબના જીવન કવનને વણી લેતી દસ્તાવેજી ફિલ્મ પણ નિહાળી હતી. રાજયપાલનું આગમન થતા ગાઇડ મયુરસિંહ રાઉલ દ્વારા સંસ્કૃત ભાષામાં સ્વાગત કરવામાં આવ્યુ હતુ, આ મુલાકાત દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિશેષતા અને સ્થાનિકોને મળી રહેલ રોજગારી બાબતે જનસંપર્ક અધિકારી રાહુલ પટેલે ઝીણવટભરી માહિતી આપી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત દરમ્યાન સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ તરફથી નાયબ કલેકટર કુલદીપસિંહ વાળાએ રાજયપાલ થાવરચંદ ગેહલોતને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતી અને કોફીટેબલ બૂક સ્મૃતિરૂપે અર્પણ કરી હતી. ત્યારબાદ રાજયપાલ ગેહલોતે વિશ્વવનની મુલાકાત લઇને વસુધૈવ કુટુંબકમની ભાવનાને જાગૃત કરતા આ વનને નિહાળી અભિભુત થયા હતા અને જણાવ્યુ હતુ કે, વિશ્વ વન ન માત્ર પર્યટન સ્થળ પરંતુ વનસ્પતી વિજ્ઞાન અને ભુગોળના વિદ્યાર્થીઓ માટે અભ્યાસનું સર્વશ્રેષ્ઠ સ્થાન છે, ત્યારબાદ રાજ્યપાલ નર્મદા મહાઆરતીમાં સહભાગી થયા હતા.

બાઈટ :થાવરચંદ ગેહલોત
કર્ણાટકના રાજયપાલ

રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપલા

TejGujarati