તિલકવાડા તાલુકાના શીરા ગામમા આવેલ પંડિત દીનદયાલ સરકાર માન્ય વ્યાજબી ભાવની અનાજના દૂકાનદારની લુખ્ખી દાદાગીરી સામે ગ્રામજનોમાં રોષ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

DEEPAK JAGTAP (RAJPIPLA )
NARMADA

તિલકવાડા તાલુકાના શીરા ગામમા આવેલ પંડિત દીનદયાલ સરકાર માન્ય વ્યાજબી ભાવની અનાજના દૂકાનદારની લુખ્ખી દાદાગીરી સામે ગ્રામજનોમાં રોષ

મામલતદારને આવેદનપત્ર આપ્યું

અનાજ ઓછું આપે,કેરોસીન આપતો નથી,11 વાગે દૂકાન ખોલે છેઅને 12વાગે દુકાન બંધ કરે છે.!

ત્રણ ત્રણ વાર તિલકવાડા મામલતદારમા રજુઆત કરવા છતા કોઈ પગલા ન ભરાતા
અધિકારીઓની મીલીભગત સામે આવી!

રાજપીપલા, તા 14

તિલકવાડા તાલુકાના શીરા ગામમા આવેલ પંડિત દીનદયાલ સરકાર માન્ય વ્યાજબી ભાવની અનાજના દૂકાનદાર મહેશ ભાઈ સામે એક વર્ષમા ત્રણ વાર તિલકવાડા મામલતદાર મા રજુઆત કરવા છતા કોઈ નકર પગલા ભરવામા આવતા નથી.દૂકાનદારની ખુલ્લી દાદાગીરી સામે કોઈ પગલાં ન લેવાતા ગ્રામજનોમા રોષ ફેલાયો છે.

ગ્રામજનો જણાવે છે કે દૂકાન પર આવતા લાભાર્થી
ગરીબ ગ્રહાક જોડે ગમે તેવી ભાષામા વાત કરે છે,મહિનામાં ચાર દિવસ દુકાન ખોલે છે.અનાજ ઓછો આપે છે,કેરોસીન આપતો નથી,કેરોસીનની દુકાન 11 વાગે દૂકાન ખોલે છેઅને 12વાગે દુકાન બંધ કરે છે.તિલકવાડા તાલુકાના શીરા, ગોધામ, કસુન્દર,ઇન્દ્રવરણાં ગામના લોકો આ દૂકાનદારથી હેરાન પરેશાન થઈ ગયા છે.

આજુબાજુ ગામોમાથી અનાજ લેવા આવતા ગ્રાહકને બે કીલો અનાજ ઓછો આપતો હતો.સરકારનું અનાજ પૂરતું આપતો નથી. ગ્રાહકો સાથે વ્યવહાર સારો રાખતો નથી.આ અંગે 10 દિવસમા આ પ્રશ્નનું નિરાકરણ આવશે નહીં તો રસ્તા રોકો આંદોલનની ચીમકી પણ આપી છે.

માથા ભારે સચાલક કે કોઈ જાગૃત નાગરીક દૂકાન પર દૂકાની વિગત માગવા જાય તો દૂકાન પર અનાજ તોલનાર નોકર ને આગળ કરી ને જાતી વિરૂધ ફરીયાદ આપવાની ધમકી આપે છે. આજુ બાજુ ગામના લોકો અનેક વાર તિલક વાડા મામલતદારને રજુઆત કરવા છતા કોઈ નક્કર પગલા ભરવામા કેમ આવતા નથી? અને આ દુકાનદારને કેમ છાવરે છે અને મામલતદાર, પુરવઠા અધિકારી કે જિલ્લા વિકાસ અધિકારી તેની સામે પગલાં કેમ લેતા નથી? દુકાનનો પરવાનો રદ કેમ થતો નથી? તે સવાલ લોકોમા ચર્ચાઈ રહ્યો છે. શું અધિકારીઑની આ દુકાનદાર સાથે કોઈ સાઠ ગાંઠ તો નથી ને? એવી લોક ચર્ચા પણ જોર શોરથી વહેતી થઈ છે.
હમણાં જ નર્મદા જિલ્લામા સસ્તા એક તરફ ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા સપ્તાહ કાર્યક્રમ હેઠળ ૬ઠા તબકકાનું મફત અનાજ વિતરણ કાર્યક્રમ વ્યાજબી ભાવની સરકાર માન્ય દુકાનમા ગ્રાહકોને મફત અનાજ આપી કુમ કુમતિલક કરી ગ્રાહકનું સન્માન કરવામાં આવી રહ્યું છે ત્યારે તિલકવાડા તાલુકામા આ દુકાનદાર ગ્રાહકોનું શોષણ કરતો હોય તો તેની સામે કડક પગલાં લઈ તાતકાલિક અસરથી પરવાનો રદ કરવાની માંગ ઉઠી છે. રદ નહીં થાય તો ગ્રામજનોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપી છે.

દૂકાનદાર ખુલ્લી ધમકી આપતાં જણાવે છે કે થાય તે કરી લો,
મારી પહોંચ ઉપર સુધી છે.આવી દાદાગીરી કરનાર દુકાનદાર સામે પગલાં લેવામા નિષ્ફ્ળ નીવડેલ અધિકારીઑ સામે ફિટકારની લાગણી ગ્રામજનોએ વરસાવી છે.

એક વરસ મા ત્રણત્રણ વાર રજુઆત કરવા છતાજાડી ચામડીના સરકારી અધિકારીના પેટનું પાણી હાલતુ નથી અને કોઈ પગલા ભરતા નથીત્યારે એવા અધિકારીઑ ની તત્કાલ બદલી કરવાની માંગ પણ ઉઠી છે.

રિપોર્ટ : દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati