ફોરેસ્ટ નાકા પાસેથી દારૂનો મોટો જથ્થો ઝડપાયો

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

તિલકવાડા ફોરેસ્ટ નાકા પાસેથી દારૂનો મોટો જથ્થો ઝડપાયો

બિયર, વ્હીસ્કી મળી કુલ એક લાખનો મુદ્દામાલ સાથે એક ની ધરપકડ

રાજપીપલા, તા.13

તિલકવાડા ફોરેસ્ટ નાકા પાસેથી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. જેમાં બિયર, વ્હીસ્કી મળી કુલ એક લાખનો મુદ્દામાલ ઝડપી તિલકવાડા પોલીસે એકની ધરપકડકરી છે.

આ અંગે ફરીયાદી
રમેશભાઈ મંગળભાઈએ અ. હે. કો. તિલકવાડા પોલીસે આરોપી તેજશભાઈ નૈમેષભાઈ ભાવસાર રહે- એફ-ર૬ પ્રમુખ પાર્ક સોસાયટી વિભાગ ૧ સદ્યોગ ગોરવા વડોદરા શહેર સામે ફરિયાદ નોંધી છે.

ફરિયાદની વિગત અનુસારતિલકવાડા ફોરેસ્ટ નાકા પાસે આરોપી પાસેથી ચેકીંગ દરમ્યાન તેજશભાઈ નૈમેષભાઈ ભાવસાર રહે- એફ-ર૬ પ્રમુખ પાર્ક સોસાયટી વિભાગ ૧ સદ્યોગ ગોરવા વડોદરા શહેર એ ગે.કા.અને વગર પાસ પરમિટનો ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ માઉન્ટ ૬૦૦૦ સુપર સ્ટ્રોંગ બીયર પતરાના ટીન કંપની શીલબંધ ૫૦૦ એમ.એલ.ના પેટી
નંગ-૦૮ જે એક પેટીમાં ૨૪ નંગ લેખે કુલ ૧૯૨ બીયર કિ.રૂ. ૧૯,૨૦૦/- તથા કીંગ ફીશર એક્સ્ટ્રા સ્ટ્રોંગ પ્રીમીયમ બીયર પતરાના ટીન કંપની શીલબંધ ૫૦૦
એમ.એલ.ના પેટી નંગ-૦૬ જે એક પેટીમાં ૨૪ નંગ લેખે કુલ ૧૪૪ બીયર કિ.રૂ. ૧૪,૪૦૦/- તથા લંડન પ્રાઇડ પ્રીમીયમ હીસ્કી કાચની કંપની શીલ બંધ ૧૮૦એમ.એલ. ની પેટી નંગ-૦૭ જે એક પેટીમાં ૪૮ નંગ લેખે કુલ ૩૩૬ કવાટર કિ.રૂ.૫૭,૧૨૦/- તથા મેકડોલસ નંબર ૧ રીસીવ હીસ્કી ઓરીજનલ કાચની કંપનીશીલ બંધ ૧૮૦ એમ.એલ. ની પેટી નંગ-૦૧ જેમાં ૪૮ નંગ કવાટર કિ.રૂ. ૯,૩૬૦/- મળી કુલ કિ.રૂ. ૧,૦૦,૦૦૦/- નો મુદ્દામાલ પોતાના કબજાની સિલ્વર કલરનીએક્સ.યુ.વી. ફોરવ્હીલ ગાડી નંબર જી. જી. ૨૭. બી.એસ. ૦૦૪૫ કિ.રૂ.૭,૦૦,૦૦૦/- માં મધ્ય પ્રદેશ રાજય ના અલીરાજપુર ગામના ભુરો નામના ઈસમ પાસેથી લાવી કાયાવરોહણ ગામના બકોને આપવા જતા એપલ કંપનીનો
મોબાઈલ નંગ-૧ કિ.રૂ.૨૫,૦૦૦/- સાથે કુલ મુદ્દામાલ કિ.રૂ.૮,૨૫,૦૮૦/- સાથે પકડાઈ ગયા હતા પોલીસે આરોપીની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ :દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati