ડ્રીમ આર્ટ વલ્ડૅ- ભારત અને જેપી કોઇરાલા ફાઉન્ડેશન આર્ટ એન્ડ કલ્ચરલ -નેપાલ દ્વારા ઈન્ટરનેશનલ ફ્રેન્ડશીપ આર્ટ એકઝીબીશન 2022 નુ આયોજન કાઠમંડુ નેપાળમા થયું.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

ડ્રીમ આર્ટ વલ્ડૅ ના સ્થાપક સ્વપ્નીલ આચાર્ય અને જે પીકેએફ ના પ્રેસિડેન્ટ સુજાતા કોઇરાલા સાથે બેવ દેશના આર્ટીસ્ટો ને મંચ અને નવી ઓળખ મલે તથા બેવ દેશના આર્ટીસ્ટો વચ્ચે સારા સંબંધ અને એક બીજાની આર્ટ નુ આદાનપ્રદાન કરી શકે તેમ ઉદેશ થી આયોજન કરવામાં આવ્યું હતું.


આ એકઝીબીશન નુ ઉદઘાટન સુજાતા કોઇરાલા (Former Deputy PRIME MINISTER of NEPAL) તથા નેપાળ ના સીનીયર આર્ટીસ્ટ ક્રિષ્ના મનનધાર ના હસ્તે 7 એપ્રિલ સાજે ૪ વાગ્યે દીપ પ્રગટાવી મીથીલા યાન આટૅ ગેલેરી મા ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જે 11 એપ્રિલ સુધી ચાલુ હતું.
જેમાં ભારત થી 25 અને નેપાળ થી 6 આર્ટીસ્ટો એ ભાગ લીધો હતો.આ એકઝીબીશન અલગ અલગ મીડિયમના ચિત્રો પ્રદશિર્ત થયા હતા.

ભારત થી નેહા રૂંગટા, આરતી પાલીવાલ, નયના મેવાડા, હંસા પટેલ, રમેશ હાલારી, સરગમ ગોધાણી, ઈશાની શાહ, અનિલ કુમાવત, અમિતા ચક્રવર્તી,કેના મુલતાની,
રોહન ઠાકર, અનિતા જી કુબલ, સાગ્નિક સેન, ઈન્દિરા અગ્રવાલ, ત્રિદીપ સરમા, મોહનન વાસુદેવન, નબજ્યોતિ રાજકંવર, જીવન મઝુમદાર, સિમ્પલ છાબરા, અર્નબ દરફાંગ, હરદેવ સિંહ, કેતા દુધિયા, ઐશ્વર્યા ચાચરે, વલ્લભભાઈ પરમાર, રચના કારિયા આર્ટીસ્ટો એ ભાગ લીધો હતો.
ભારત થી પાંચ આર્ટીસ્ટો નેપાળ સાથે આવ્યા હતા જેમાં ગુજરાત થી નયના મેવાડા, હંશા પટેલ, ગોવા થી અનીતા કુબલ, યુપી થી ઇન્દરા અગ્રવાલ,
રાજસ્થાન થી રોહન થાકર . નેપાળ આવેલા આર્ટીસ્ટો ને સુજાતા કોઇરાલા જી ના હાથે સર્ટીફીકેટ અને મોમેન્ટમ આપી સન્માનિત કરવામાં આવ્યાં હતા.


તથા સ્વપ્નીલ આચાર્ય ને સુજાતા કોઇરાલા દ્વારા શો ને સફળ કરવા બદલ પશંષાપત્ર આપી સન્માન કર્યું હતું.
જેપીકેએફ ના કોઓડીનીટર શ્યામ સુદર યાદવ હતા.
આ શો દરમિયાન એક દિવસીય વર્કશોપ અને લાઇવ પેઇન્ટિંગ નુ પણ આયોજન કરવામાં આવ્યું હતું.

TejGujarati