શેઠ સી. એન. કોલેજ ઓફ ફાઇન આર્ટ્સ ના પાંચમા વર્ષ ના પેઇન્ટિંગ ના વિદ્યાર્થી ઓનો ગ્રુપ શો કોલેજની આર્ટ ગેલેરી માં તા. 11-4-2022 ના રોજ શ્રી અમિત અંબાલાલ, મનન રેલિયા તથા ડો. વૈશાલી બેન ના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

શેઠ સી. એન. કોલેજ ઓફ ફાઇન આર્ટ્સ ના પાંચમા વર્ષ ના પેઇન્ટિંગ ના વિદ્યાર્થી ઓનો ગ્રુપ શો કોલેજની આર્ટ ગેલેરી માં તા. 11-4-2022 ના રોજ શ્રી અમિત અંબાલાલ, મનન રેલિયા તથા ડો. વૈશાલી બેન ના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો.

વર્ષ 2021-22 દરમ્યાન કોરોના મહામારી હોવા છતાં ઓનલાઇન તથા ઓફ્લાઈન શિક્ષણ મેળવીને વિદ્યાર્થી ઓએ કેનવાસ પેઇન્ટિંગ, ડ્રોઈંગ, એચિંગ, ડ્રાય પોઇન્ટ, મ્યુરલ અને થીસીસ પ્રસ્તુત કરી છે.

અલગ અલગ વિષયો અને અલગ અલગ માધ્યમ આ શો ની વિશેષતા છે. આ શો ની પ્રેરણા આપનાર પ્રિન્સિપાલ શ્રી મનહર કાપડિયા હતા જ્યારે વર્ષ દરમ્યાન ના માર્ગદર્શક આનલ પરમાર તથા દેવાંગ વ્યાસે અથાગ પ્રયત્ન કરી મ્યુરલ કરાવ્યા છે. વિદ્યાર્થી ઓની અલગ અલગ સ્ટાઈલ, સબજેક્ટ પ્રત્યેની સભાનતા, ફિલિંગ, રંગો નું બેલેન્સ, રિધમ નો સુભગ સમન્વય આર્ટ વર્કમાં જોવા મળે છે.

ટોટલ 22 વિદ્યાર્થી ઓનું આર્ટ વર્ક આ શો માં છે. પ્રથમ શો અને આટલી મહેનત પ્રશંશનીય છે. જોવા આવનાર દરેકને આનંદની અનુભૂતિ આપે એવો આ શો જોવા અવશ્ય પધારશો. નિરાશ નહિ કરે આ વિદ્યાર્થીઓ.

TejGujarati