NARMADA GHAT AARTI
DEEPAK JAGTAP (RAJPIPLA )
NARMADA
………………………………
એકતાનગર ગોરા ઘાટ ખાતે “માં નર્મદા મૈયાના” દર્શન કરી મહાઆરતીમાં વિવિધ રાજ્યોના ન્યાયાધીશો સહભાગી બન્યા
ટીકર :
નર્મદા નદીમાં મ્યુઝિકલ ફુવારા સાથે એકવા લાઈટ શો પણ નિહાળ્યો
રાજપીપલા, તા.10
કેવડિયા કોલોની એકતાનગર ખાતે દ્વિ દિવસીય જજીસ કોન્ફરન્સનો ગઈ કાલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પ્રારંભ કરાવ્યો હતો.આ કોન્ફરન્સમાં સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસ આર.વી.રમણા, સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓ સહિત દેશના વિવિધ રાજ્યોના ચીફ જસ્ટિસ અને રજિસ્ટ્રારોએ ભાગ લીધો હતો.
જજીસ કોન્ફરન્સમાં ભાગ લઈ રહેલા તમામ પ્રતિનિધિઓએ સાંજે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં પ્રોજેક્શન મેપિંગ શો નિહાળવા સાથે ગોરા ગામના પવિત્ર નર્મદા કિનારે આવેલા શુલપાણેશ્વર મંદિર ખાતે મહાઆરતીમાં સહભાગી બન્યા હતા. નર્મદા નદીમાં મ્યુઝિકલ ફુવારા સાથે એકવા લાઈટ શો નિહાળવાની સાથે શૂલપાણેશ્વર મંદિરથી નર્મદા ઘાટ સુધી જઇ શકાય તે માટે રોશનીથી ઝળહળ થતા સુંદર પ્રકારના કોરીડોરની વ્યવસ્થા ઉપરાંત આકર્ષક લાઈટીંગ પણ નિહાળ્યું હતું. આ પ્રસંગે જસ્ટિસ એમ.આર.શાહ,ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર,ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તા,SOU ના સી. ઈ. ઓ રવિશંકર,જિલ્લા કલેકટર ડી. એ.શાહ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : દીપક જગતાપ, રાજપીપલા