એચ.એ. કોલેજના એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજાયો.

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક ભારત સમાચાર

ગુજરાત લૉ સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સના એન.સી.સી. યુનીટના વિદ્યાર્થીઓને સન્માનવાનો કાર્યક્રમ યોજાઈ ગયો. વર્ષ દરમ્યાન સૌથી વધુ પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હોય, વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઇ વિજેતાઓ જાહેર થયા હોય, સાંસ્કૃતિક તથા સેવાકીય પ્રવૃતિઓમાં જોડાયા હોય, એન.એસ.એસ.ના વાર્ષિક કેમ્પમાં સંનીષ્ટ રીતે ભાગ લીધો હોય, ગુજરાત યુનિવર્સિટીના સ્ટેટ લેવલના કેમ્પમાં પસંદગી થઇ હોય તથા એન.એસ.એસ.ના શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકે જાહેર થયા હોય તેવા વિદ્યાર્થીઓને મેડલ્સ તથા સર્ટીફીકેટ આપીને સન્માન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે એન.એસ.એસ. જેવી સામાજીક સેવા સંલગ્ન પ્રવૃત્તિઓમાં જોડાવાથી જીવનમાં આત્મ વિશ્વાસ મેળવી શકાય છે. યુવા અવસ્થામાં માનવીય મૂલ્યોનું જીવનમાં પદાર્પણ થઇ જાય છે. સત્ય, ધર્મ, શાંતી, પ્રેમ તથા અહિંસાના પાઠ શીખી શકાય છે. યુવા અવસ્થાથી જ શિસ્ત તથા સંસ્કારનું સિંચન થાય છે જેનાથી આજનો વિદ્યાર્થી ભારત દેશનો આવતીકાલનો આદર્શ નાગરીક બને છે. પ્રિ.વકીલે સન્માનીત વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા. એન.એસ.એસ. યુનિટના પ્રોગ્રામ ઓફીસર પ્રા.ચૌધરી, પ્રા.ચેતન મેવાડા તથા પ્રા.વસાવાએ સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સંચાલન કર્યું હતુ.

TejGujarati