માહિતી કચેરીની વહાલા દવલાંની નીતિ સામે મીડિયા કર્મીઓમા રોષ.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

કેવડિયા ખાતે નેશનલ જ્યૂડિશિયલ કોન્ફરન્સમા પાસ ઇસ્યુ કરવામાં માહિતી કચેરીની વહાલા દવલાંની નીતિ સામે મીડિયા કર્મીઓમા રોષ.

રાજપીપલા, તા9

સ્ટેચ્યૂ ઓફ યુનિટી,નર્મદા ખાતે બે દિવસીય તા.9અને 10 તારીખે નેશનલ જ્યૂડિશિયલ કોન્ફરન્સ રાખવામાં આવી હતી.જે કોન્ફરન્સમા પત્રકારોને કવરેજ કરવા માટે પ્રવેશ માટે મીડિયા પ્રેસ કાર્ડ આપવામા વ્હાલા દવલાની નીતિ અપનાવતા માહિતીખાતા સામે પત્રકારોમાં ભારે નારાજગી અને રોષ ફેલાયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર આ કોન્ફરન્સમા ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ, અને હાઇકોર્ટના ન્યાયાધીશના માર્ગદર્શન અન્વયે નેશનલ જ્યુડીશીયલ કોન્ફરન્સનું સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે કેવડિયા કોલોનીના ટેન્ટ સીટી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું..જેમાં રાષ્ટ્રપતિ,રાજ્યપાલ મુખ્ય ન્યાયાધીશ વગેરે કોન્ફરન્સના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેવાના છે.આ મહત્વના કાર્યક્રમમા માહિતી કચેરીએ માત્ર 15પત્રકારોની યાદી બનાવી હતી. અને તે 15 પત્રકારોને આમન્ત્રણ અને પાસ તેપણ મોડી રાત્રે આપતાં
પત્રકારોમાં રોષ ફેલાયો હતો.નર્મદામા 40થી વધુ પત્રકારો હોવા છતાં માત્ર 15પત્રકારોની યાદી બનાવતા મોટાભાગના ઘણા પત્રકારોની બાદબાકી કરી દેવાઈ હતી.તેનાથી આશ્ચર્ય સર્જાયું હતું.માહિતી કચેરીએ બનાવેલી યાદીમા પણ વહાલા દવલાની નીતિ અપનાવતા પત્રકારોમા આશ્ચર્ય સર્જાયું હતું.

જોકે 365 દિવસ સરકારી તંત્રની કામગીરીને સતત હાઈલાઈટ કરતા ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા ના 60% પત્રકારોની બાદબાકી કરી નાખતા અને તેમને પાસ જ ઇસ્યુ ન કરતા માહિતી કચેરીના તંત્ર સામે ભારોભાર રોષ ફેલાયો હતો. જેમાં કેટલાક પત્રકારોએ આ કાર્યક્રમનો બહિષ્કાર પણ કરતા મામલો ગરમાયો હતો.જોકે માહિતી કચેરીએ બચાવ મા જણાવ્યું હતું કે 15ની યાદી અમે નથી બનાવી ઉપરથી આવી છે.
જેને કારણે માહિતીકચેરી સામે માછલાં ધોવાયા હતા.જેને કારણે ઘણા મીડિયા કર્મીઓ ગેરહાજર રહ્યા હતા.

રિપોર્ટ : દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati