સ્ટેચ્યૂ ઓફ યુનિટી,નર્મદા ખાતે બે દિવસીય નેશનલ જ્યૂડિશિયલ કોન્ફરન્સનો પ્રારંભ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

સ્ટેચ્યૂ ઓફ યુનિટી,નર્મદા ખાતે બે દિવસીય નેશનલ જ્યૂડિશિયલ કોન્ફરન્સનો પ્રારંભ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દીપ પ્રગટાવી કોન્ફરન્સને ખુલ્લી મૂકી

મધ્યસ્થીકરણ, અને ઈન્ફર્મેશન ટેકનોલોજી વિષય પર સત્ર યોજાયુ.

રાજપીપલા, તા 9

ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટીસ અરવિંદકુમાર અને હાઇકોર્ટના ન્યાયાધીશના માર્ગદર્શન અન્વયે નેશનલ જ્યુડીશીયલ કોન્ફરન્સનું ગુજરાત હાઇકોર્ટ દ્વારા તારીખ ૯ અને ૧૦ એપ્રિલ બે દિવસ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે કેવડિયા કોલોનીના ટેન્ટ સીટી ખાતે આયોજન કરવામાં આવ્યુ છે.
જેમાંઆજે પ્રથમ દિવસે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ ભારતના મુખ્ય ન્યાયાધીશ એન.વી.રમણની ઉપસ્થિતિ મા દીપ પ્રાગટ્ય કરી આ કોન્ફરન્સનું ઉદ્ઘાટકર્યું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ભારત સરકારના કાયદા અને ન્યાયના મંત્રી કિરણ રિજિજુ અને જસ્ટીસ એલ. નાગેશ્વર રાવ, જસ્ટીસ એસ. અબ્દુલ નઝીર, જસ્ટીસ એમ.આર.શાહ, જસ્ટીસ વિક્રમ નાથ અને જસ્ટીસ બેલા એમ. ત્રિવેદી – સર્વોચ્ચ અદાલતના ન્યાયાઘીશો પણ આ કોન્ફરન્સમાં વિશેષ અતિથીઓ તરીકે ઉપસ્થિત રહ્યા હતા . ગુજરાત રાજ્યના કાયદા અને ન્યાય વિભાગના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પણ ઉદઘાટન કાર્યક્રમાં હાજરી આપી હતી

૯ એપ્રિલના પ્રથમ દિવસે મધ્યસ્થીકરણ વિષય પર ત્રણ સત્રો યોજાયા હતા. જ્યારે બીજે દિવસે ૧૦ એપ્રિલના રોજ ઈન્ફર્મેશન ટેકનોલોજી વિષય પર બે સત્રો યોજાશે. ડો. જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડ, ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધી અને ભારતની સર્વોચ્ચ અદાલતની ઈ-કમીટીના અધ્યક્ષ “ ફ્યૂચર ઓફ જસ્ટીસ – ટેકનોલોજી અને જ્યૂડિશિયરી” વિષય પર કોન્ફરન્સના બીજા દિવસે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સભાને સંબોધશે. .
મધ્યસ્થીકરણ પરના સત્રોમાં વાણિજ્યિક મધ્યસ્થીકરણ વિશેની વિગતો અને તેના લાભાર્થીઓને થતા લાભો ઉપરાંત કોર્ટ સાથે જોડાયેલી મધ્યસ્થીકરણ સંબંધિત પાસાઓને પણ આવરી લેવામાંઆવી હતી. એ ઉપરાંત કેસ દાખલ કરતા પહેલાની મધ્યસ્થીકરણની પ્રકિયા અને લાભો તેમજ ઓનલાઈન મધ્યસ્થીકરણ પર પણ ચર્ચા કરવામાં આવી રહી છે.
આ કોન્ફરન્સમાં તમામ મુખ્ય ન્યાયાધીશો અને વરિષ્ઠ ન્યાયાધીશો સાથે વિવિધ હાઇકોર્ટના ઇન્ફોર્મેશન ટેકનોલોજીના રજીસ્ટ્રારો પણ હાજર રહયા હતા.
આ કોન્ફરન્સના વિષયો મુખ્ય ન્યાયાધીશ અરવિંદ કુમાર દ્વારા ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશો સાથે પરામર્શ કરીને પસંદ કરવામાં આવ્યા છે. જેથી કરીને ખુબ જ સુસંગત તેમજ સમકાલીન વિષયો પર વિચારો અને અનુભવનું શ્રેષ્ઠતમ આદાન-પ્રદાન થઇ શકે અને ન્યાય પ્રણાલીને વધુ ઉત્કૃષ્ટ બનાવી શકાય…

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તથા સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ આર. વી. રમન્ના ગુજરાતની બે દિવસીની મુલાકાતે આવી પહોંચતા વડોદરા એરપોર્ટ ખાતે તેમનું ઉષ્મા પૂર્ણ સ્વાગત અને અભિવાદન ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, રાજ્યમંત્રી મનિષાબેન વકીલ, વડોદરા મેયર કેયુર રોકડીયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડોદરા શહેર પોલીસ કમિશનર ડૉ શમશેર સિંઘ, કલેકટર અતુલ ગોર દ્વારા પણ સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રપતિ વડોદરા એરપોર્ટથી એકતાનગર (નર્મદા) ખાતે અખિલ ભારતીય જજીસ કોન્ફરન્સમાં ભાગ લેવા હેલિકોપ્ટર મારફત આવી પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. રાષ્ટ્રપતિએ દીપપ્રગટાવી કોન્ફરન્સને ખુલ્લી મુકી હતી

રિપોર્ટ :દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati