IPL ક્રિકેટ મેચ ઉપર ઓનલાઇન સટ્ટા રમતા સટોડીયો ઝડપાયો

આંતરરાષ્ટ્રીય ગુજરાત બિઝનેસ ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

નવા વારાયેલ નર્મદા એસપી પ્રશાંત ઝુંબેનો સપાટો

IPL ક્રિકેટ મેચ ઉપર ઓનલાઇન સટ્ટા રમતા સટોડીયો ઝડપાયો

રૂ.૭૫,૪૮૦/-ના
મુદ્દામાલ સાથે ઝડપી પાડતી એલ.સી.બી. નર્મદા

રાજપીપલા, તા 8

હાલ IPL ક્રિકેટ મેચ ચાલી રહી છે ત્યારે નર્મદા જિલ્લામાં પણ હવે ઓનલાઇન સટ્ટો રમાતો હોવાની ચોકાવનારી વિગત બહાર આવી છે.નવા વરાયેલા નર્મદા પોલીસ અધિક્ષક પ્રશાંત ઝુંબેએ IPL ક્રિકેટ મેચ ઉપર ઓનલાઇન સટ્ટા રમતા ઈસમો સામે લાલ આંખ કરી છે.IPL ક્રિકેટ મેચ ઉપર ઓનલાઇન સટ્ટા રમતા સટોડીયાને ઝડપ્યો છે.
પોલીસ સૂત્રોના અહેવાલ અનુસાર IPL ક્રિકેટ મેચ ઉપર ઓનલાઇન સટ્ટા રમતા સટોડીયાને રૂ.૭૫,૪૮૦/-ના
મુદ્દામાલ સાથે એલ.સી.બી. નર્મદાપોલીસેઆરોપીને ઝડપી પાડ્યા છે.

પ્રશાંત ઝુંબે, પોલીસ અધિક્ષક
નર્મદાએ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિને
ડામી દેવા તેમજ હાલમાં ચાલતી IPL ક્રિકેટ મેચમાં
ઓનલાઇન ચાલતા સટ્ટા-બેટીંગનો ધંધો કરતા ઇસમોનેઝડપી પાડી કડક કાર્યવાહી કરવાની સુચના આપતાં એ.એમ.પટેલ પોલીસ ઇન્સ્પેક્ટરએલ.સી.બી. તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો વોચમાં હતા. એ દરમ્યાન મળેલ બાતમીને આધારે હજરપુરા ગામે પટેલ ફળીયામાંરહેતા રાજેન્દ્રભાઇ ઉર્ફે રાજુ પ્રવિણભાઇ પટેલ (રહે. હજરપરા તા.નાંદોદ) નો પોતાના ઘરમાં બેસી
મોબાઇલ ફોન ઉપર ઓનલાઇન સટ્ટા-બેટીંગ રમે છે. અને પોતાના ઘરે ટી.વી. ઉપર હાલમાં ચાલી રહેલ
લખનઉ સુપર જાયન્ટસ V/s દિલ્હી ડેરડેવિલ્સ વચ્ચે રમાઇ રહેલ ક્રિકેટ મેચનો ઓનલાઇન સટ્ટા રમી રહેલ
છે. જે બાતમી આધારે હજરપુરા ગામે પટેલ ફળીયામાં એલ.સી.બી.ના સાથેનાપોલીસ માણસો
બાતમીવાળી જગ્યાએ આઇ.પી.એલ.-૨૦૨૨ના ક્રિકેટ મેચનો ઓનલાઇન સટ્ટો
રમતા રાજેન્દ્રભાઇના ઘરે જુગારની રેઇડ કરતાં તેના પાસેનો મોબાઇલ લઇ ચેક કરતા તેમાં ગુગલ ક્રોમ
બ્રાઉઝરમાં વેબસાઇટ ઉપર યુઝરનેમ-પાસવર્ડ વડે લખનઉ સુપર જાયન્ટસ V/s દિલ્હી ડેરડેવિલ્સ વચ્ચે
રમાઇ રહેલ ક્રિકેટ મેચનો ઓનલાઇનમાં સટ્ટા બેટીંગની લેવડ-દેવડની વિગતો મળી આવેલ. તેમજ તેના
પાસેથી સટ્ટા બેટીંગ અંગેના રોકડા રૂ.૬૪,૪૮૦/- તથા મોબાઇલ-૧ કિ.રૂ.૫૦૦૦/- તથા ઓનીડા એલ.ઇ.ડી.
ટી.વી.-૧ કિ.રૂ.૫૦૦૦/- તથા સેટઅપ બોક્ષ-૧ કિ.રૂ.૧૦૦૦/-ના મળી કુલ કિ.રૂ. ૭૫,૪૮૦/-ના સાથે ના
મુદ્દામાલ સાથે મળી આવી પકડાઇ ગયેલ હોય જેથી તેના વિરૂધ્ધ જુગારધારા કલમ ૪,૫ મુજબ રાજપીપલા
પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

તસવીર : દીપક
જગતાપ, રાજપીપલા

TejGujarati