કુમકુમ મંદિર ખાતે ત્રિ દિવસીય મહોત્સવનો પ્રારંભ થયો

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

કુમકુમ મંદિર ખાતે ત્રિ દિવસીય મહોત્સવનો પ્રારંભ થયો

તારીખ 9 એપ્રિલ થી શ્રી સ્વામિનારાયણ કુમકુમ સેવા કેન્દ્ર હીરાપુર ખાતે ત્રણ દિવસીય મહોત્સવનો પ્રારંભ થયો હતો.

આ પ્રસંગે શ્રી પુરૂષોત્તમ લીલામૃત સુખસાગર ગ્રંથની પારાયણ કરવામાં આવી હતી.
શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણ સ્વરૂપ દાસજી સ્વામી શ્રી હરિવલ્લભ દાસજી સ્વામી અને શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામીએ કથામૃતનું પાન કરાવ્યું હતું.

તારીખ 10 એપ્રિલના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાનની 241 મી પ્રાગટ્ય જયંતિ હોવાથી સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ અને સાંજે ૪:૦૦ – ૧૦:૦૦ તેની ઉજવણી કરવામાં આવશે.

સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ :- 98987 65648

TejGujarati