સંખ્યાબંધ એવોર્ડ વિનર નાટક ‘નિમિત્ત કમ બેક સૂન’દર્શકોએ વખાણ્યું, શેમારૂમી પર થઈ રહ્યું છે સ્ટ્રીમ

મનોરંજન

 

ડિજિટલ દુનિયામાં પગ જમાવી ચૂકેલું આપણું પોતાનું પ્લેટફોર્મ શેમારૂમી દર્શકોને તેમની પસંદગીનું કન્ટેન્ટ પીરસવામાં માહેર છે. દર્શકોને શું ગમે છે શું નહીં? તે જાણવા ઉપરાંત મનોરંજનની સાથે અર્થસભર કન્ટેન્ટ આપવામાં પણ શેમારૂમીની હથોટી છે. આ વાત શેમારૂમી પર તાજેતરમાં જ રિલીઝ થયેલા નાટક ‘નિમિત્ત કમ બેક સૂન’ દ્વારા ફરી એકવાર સાબિત થઈ છે. કોઈ પણ જાણીતા એક્ટર વગરના આ નાટકને શેમારૂમી પર દર્શકોએ વધાવી લીધું છે.

 

સંખ્યાબંધ એવોર્ડ જીતીને રંગમંચની દુનિયા ગજવી ચૂકેલું નાટક ‘નિમિત્ત કમ બેક સૂન’ શેમારૂમી પર સ્ટ્રીમ થઈ રહ્યું છે. રિલીઝ થયા બાદ સતત આ નાટકને દર્શકોનો જબરજસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. ‘ઠાકર કરે એ ઠીક’ નાટક અને ‘યમરાજ કોલિંગ’ વેબસિરીઝ બાદ હવે ‘નિમિત્ત કમ બેક સૂન’ પણ વ્યુઝના મામલે રોજેરોજ નવા રેકોર્ડ સેટ કરી રહ્યું છે. રસપ્રદ વાત એ છે કે આ નાટકમાં કોઈ મોટા ચહેરા જોડાયેલા નથી, તેમ છતાંય શેમારૂમી પર આ નાટકે અદભૂત સફળતા મેળવી છે.

 

નાટકના કલાકારો ભલે નવોદિત હોય પરંતુ તેઓ પોતાની ક્ષમતા ચિત્રલેખા નાટ્યસ્પર્ધા 2020, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ડ્રામા કોમ્પિટિશન 2019 અને ટ્રાન્સ મીડિયા સ્ટેજ એન્ડ સ્ક્રીન એવોર્ડ્ઝમાં પુરસ્કારનો વરસાદ કરાવીને સાબિત કરી ચૂક્યા છે. ચિત્રલેખા નાટ્ય સ્પર્ધા અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ડ્રામા કોમ્પિટિશનમાં તો આ નાટકને બેસ્ટ પ્લે, બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ એક્ટર, બેસ્ટ કોસ્ચ્યુમ સહિતના બીજા ઘણા એવોર્ડ મળ્યા છે. તો ટ્રાન્સમીડિયા તરફથી આ નાટકને બેસ્ટ રાઈટર અને બેસ્ટ ચાઈલ્ડ એવોર્ડનું સન્માન મળ્યું છે.

 

આ નાટકની સફળતા તેની વાર્તામાં રહેલી છે. અહીં મુખ્ય પાત્ર વૈજ્ઞાનિક નિમિત્તનું છે, જે જર્મનીમાં રિસર્ચર તરીકે કામ કરે છે. તેનું ધ્યેય ‘થિયરી ઓફ એવરીથિંગ’ શોધવાનું છે, જેનાથી આ વિશ્વ માનવીને જીવવા માટે વધું સારું બની શકે. અથાગ મહેનત પછી નિમિત્ત આ થિયરી સોલ્વ કરે છે, પરંતુ કેટલાક તત્વો નિમિત્તની આ થિયરી બહાર પડે તેના વિરોધમાં છે. અચાનક નિમિત્ત અને તેના રિસર્ચ પેપર ગાયબ થઈ જાય છે. થ્રિલરની સાથે સાથે આ નાટક આદ્યાત્મિકની વિજ્ઞાનયાત્રા પણ છે, એટલે દર્શકોને તેમાં જીવનની કેટલીક ફિલોસોફી ગરમ શીરાની જેમ ગળે ઉતરી જાય એમ પીરસાઈ છે. આ નાટકમાં સ્વપ્નિલ પાઠખ, હેમંત ફોક, દેવાંગી ભટ્ટ, દ્વિતી ઝવેરી, હેતા દેસાઈ, નીરજ ચિનાની, મુકુંદ કિનખાબવાલા સહિતના કલાકારો મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

 

ગુજરાતી મનોરંજન ક્ષેત્રે શેમારૂમી સૌથી વધુ અને નવું કન્ટેન્ટ ધરાવતું પ્લેટફોર્મ છે. શેમારૂમી પર દર અઠવાડિયે એક નવી મુવી કે વેબસિરીઝ અથવા નાટક રિલીઝ થઈ રહ્યા છે. 500થી વધુ ગુજરાતી નાટકો, ફિલ્મો, વેબસિરીઝ ધરાવતું આ વિશ્વનું એકમાત્ર પ્લેટફોર્મ છે. આનંદની વાત એ છે કે વિશ્વના કોઈ પણ ખૂણેથી તમે પોતાની ભાષાનું મનોરંજન શેમારૂમી પર માણી શકો છો.

 

 

TejGujarati