2024માદેશ માટે પેરા ઓલીમ્પિકસમા (GOLD )ગોલ્ડની તૈયારી

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રમત જગત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

2024મા
દેશ માટે પેરા ઓલીમ્પિકસમા (GOLD )ગોલ્ડની તૈયારી

તિરંદાજ શિવ મિસ્ત્રીનું ગોલ્ડન સ્વપ્નું

ગાંડીવની જેમ ધનુષનો ટંકાર કરી દેશને ગોલ્ડ અપાવવાનું ગુરુ શિષ્યનું સ્વપ્નું

17સિરિયલોમાં કામ કરી ચૂકેલા કલાકાર શિવ મિસ્ત્રીને પગમાં ખોડ સર્જાતા અભિનય કારકિર્દી છોડવી પડી

રાજપીપલા તા.7

ઘણી વાર આપણા સ્વપ્નાની ઉડાન અધૂરી રહી જતી હોય છે.ધાર્યું હતું શું ને કરવું પડે કંઈક બીજું જ. પોતાની કારકિર્દીજ આખે આખી બદલાઈ જાય છતાં પણ એ દિશામાં પણ ઊંચી ઉડાનના સ્વપ્ના સાકાર કરીને આગળ વધવા માંગે તો સફળતા એને રોકી શકતી નથી. મન હોય તો માળવે જવાય એ ઉક્તિ વલસાડ ના આશાસ્પદ ટેલીવુડના યુવા કલાકાર શિવ મિસ્ત્રી માટે સાર્થક ઠરી છે. જેને 15વર્ષની વયે પગમાં શારીરિક ખામી ઉદભવતા 17જેટલી ટીવી સિરિયલો મા કામ કરીને ઝળહળતી કારકિર્દી અધવચ્ચેથી છોડવાનો વારો આવ્યો.

વલસાડનો રહેવાસી શિવ મિસ્ત્રી ટેલિવિઝનની દુનિયામાં કોઈ પણ ગોડફાધર કે લાગવગ વિના બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી.પોતાની આવડત, મહેનત અને પ્રતિભાના જોરે સફળતા મેળવી પોતાની અભિનય ના અજવાળા પાથરી વલસાડનું નામ ટેલિવુડની દુનિયામાં ઝળહળતું કર્યું.અત્યાર સુધીમાં ટોચની 17 જેટલી સિરીયલોમાં શિવ મિસ્ત્રીએ અભિયનના ઓજસ પાથર્યા છે.

વલસાડ શહેરના શ્રોફ ચાલ સામે નવી ઓરીમાં રહેતા અને કેબલ ઓપરેટરનો વ્યવસાય કરતા રાજેશભાઈ મિસ્ત્રીના બે સંતાન પૈકી નાનો પુત્ર શિવ ધો.6 માં ભણતો હતો ત્યારથી જ તેને ડાન્સ પ્રત્યે લગાવ હતો અને ડાન્સ જ તેને ટેલિવુડની ચમકદમક વાળી દુનિયામાં લઈ આવ્યો. એક ડાન્સ કોમ્પીટીશન શો માટે ગુજરાતમાંથી 3200 બાળકો પહોંચ્યા હતા. જેમાંથી 100 અને 100 માંથી 80અને 80 માંથી 60 અને 60 માંથી 40 ની પસંદગી થઈ હતી.

ત્યારબાદ બીજા શો માં ઓડીશન માટે ફરી બોલાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ઓડીશન આપવાનો ક્રેઝ જાગતા 2 વર્ષ સુધી અનેક વાર ઓડિશન આપ્યા હતા. બાદમાં ચાઈલ્ડ આર્ટીસ્ટ તરીકે પસંદગી થતા સૌ પ્રથમ એક સિરીયલમાં બ્રેક મળ્યો હતો. ત્યારબાદ શિવ મિસ્ત્રીએ પાછળ ફરીને જોયું નથી. પરદા પર શિવની એકટીંગથી પ્રભાવિત થઈ એક પછી એક મોટા ગજાની સિરીયલોમાં એકટીંગ કરવાનો અવસર મળતો જ ગયો. અત્યાર સુધીમાં શિવ 17 સિરીયલોમાં પોતાના અભિનયના ઓજસ પાથરી ચૂકયો છે.એકટીંગની સાથે સાથે અભ્યાસમાં પણ શિવ હોશિંયાર હોવાથી ફર્સ્ટ કલાસનું સ્થાન મેળવી એકટીંગની સાથે સાથે શિક્ષણ ક્ષેત્રે પણ ઉજળો દેખાવ કર્યોહતો .

એક સાધારણ કુટુંબના એક બાળકને રંગમંચની ચકાચૌંધ દુનિયામા જવા માટેની સફર તો શરૂ કરી, પરંતુ કમનસીબે સફળતાના શિખરે પહોંચતા પહેલા જ રસ્તો બદલાઈ ગયો,
પગમાં ખોડ આવી જતા જ ફિલ્મી દુનિયાએ બાળકનો હાથ છોડી દીધો.

2017 મા છેલ્લે એક વેબ સિરીઝમા કામ કરતો હતો તે વખતે તેને ચાલવામાં તકલીફ પાડવા લાગી. જેને લઇ તેને અલગ અલગ ડોક્ટરો પાસે જઈ નિદાન કરાવ્યું . ડોક્ટરોના નિદાન બાદ જાણવા મળ્યું કે ન્યુરોલોજીકલ એટેક્સીયાં હાઈ સ્ટેપિંગની અસર છે. ડોક્ટરોને ઓપરેશન કરવું જોખમકારક હોવાનું જણાવતા બાળ કલાકારને તેનું ફિલ્મ લાઇનમાં ભાવિ ધૂંધળું હોવાનું લાગવા લાગ્યું. શિવને કામ મળતું બંધ થયું. શિવ ઘરે બેસી મુંઝાવા લાગ્યો, પણ તેની હિંમત અટલ હતી, તેને જીવનમાં કંઇક કરવુંનજ છે તેવી એક નેમ તેના મનમા હતી જ. કંઈકતો કરવું જ છે.

બસ આજ વિચાર સાથે તેને તિરંદાજ રમતમા નસીબ અજમાવવાનું નક્કી કર્યુ. છેવટે રમતગમત મા કેરિયર બનાવવાનું નક્કી કરી તિરંદાજી પસંદ કર્યું. અને કોચને શોધતો શોધતો નસવાડીમા આવેલ તિરંદાજ એકેડેમીના કોચ દિનેશ ભીલને મળ્યો.આ બાળ કલાકાર 17 જેટલી ટીવી સિરિયલોમાં
કામ કરી ચૂકેલા ટીવી સ્ટાર તીરંદાજી રમતમાં
ઈચ્છા જાગતા વલસાડનો યુવાન આદિવાસી
ખેલાડીઓ વચ્ચે તીરંદાજી શીખવા પહોંચ્યો. કોચે હીરાને પારખ્યો અને તેને તાલીમ આપવાનું નક્કી કર્યું.
કોચ દિનેશ ભીલે જે રીતે આશ્વાસન આપ્યું. તેને લઈ શિવની હિંમત વધી. અને જેને લઈ શિવને આશા બંધાઈ છે કે તે આવનારી ઓલમ્પિકની ગેમમા ચોક્કસ તે મેડલ મેળવી લાવશે.

પણ હિમ્મત હારે તે શિવ મિસ્ત્રી નહીં એને તો આકાશમા ઉડવું હતું. આગળ વધવું હતું. છેવટે એણે તિરંદાજી રમત મા કેરિયર બનાવવાનું નક્કી કર્યું. અનેનસવાડીની એકલવ્ય તિરંદાજી એકેડેમીમા પહોંચી ગયો કોચ ગુરુ દિનેશ ભીલના શરણે. આ હીરા પારખું કોચ દિનેશભાઇ ભીલે તેની હિમ્મત મક્કમતા આત્મવિશ્વાસ જોઈને તેને કોચિંગ આપી સારો તિરંદાજ ખેલાડી બનાવવાનું બીડું ઝડપ્યું. હવે શિવ અને કોચ દિનેશભાઈ બન્નેનું સ્વપ્નું છે કે 2024ના પેરા ઓલીમ્પિકમા ભાગ લે.

હાલ આરામની જિંદગી છોડી તીરંદાજીરમતમાં પોતાનું નામ દેશમાં વિદેશમાં રોશન
થાય તે લક્ષ્ય થી પ્રેક્ટિસ શરુ કરી છે.અનેહાલ 2024ના પેરા ઓલીમ્પિક માટે તૈયારી કરી રહ્યો છે
…………………………………
બાળ કલાકાર શિવ મિસ્ત્રીની ટેલિવિઝનની સફળ સફર 

2009 જી ટીવીના લિટલ માસ્ટર માટે ઓડિશન આપ્યું .ત્યાર બાદ શિવ મુંબઇ જઇ ઍક્ટિંગ માટે ઓડિશન આપ્યું. 2010 મા શિવને અનાથ નામની ટેલી ફિલ્મમા કામ કર્યું અને ત્યાર બાદ સફળતાની શરૂઆત થઈ 2012 મા ભૂત આયા નામની સીરિયલમા કામ કર્યું 2013-14 ના સમય ગાળામા તેને બાલવીર, તારક મહેતા કા ઉલટા ચશ્મા ,અશોકા ,બાલિકા વધુ,સીઆઈડી, ક્રાઈમ પેટ્રોલ, જેવી 17 જેટલી ટીવી સીરીયલોમા કામ કર્યું.
…………………………………
હાલ આ યુવાનને તીરંદાજી રમતના પ્રથમ પાઠ
શીખવાડવામાં આવી રહ્યા છે. તીરંદાજી રમત શીખવા આવે તેને જે ભોજન આદિવાસી ખેલાડીને આપવામાં આવે તે જ અહીં જમવાનું હોયછે.જમીન ઉપર ગાદલા ઉપર સુવાનું હોય છે.સવારે ૫ વાગે દરેક ખેલાડીને પથારી છોડીનેમેદાનમાં પહોંચી જવાનું હોય છે.જેને લઇ
આ ખેલાડી સુખ સાહ્યબી છોડી તીરંદાજી
એકેડેમીના નિયમોનું પાલન કરી તીરંદાજીનાપાઠ શીખી રહ્યો છે.તીરંદાજી શીખી પોતાનું અનેમાતા પિતાનું નામ દેશ અને વિદેશમાં રોશન
કરવાનો લક્ષ્ય રાખ્યો છે.આપને સૌ ઇચ્છીએ કે શિવ મિસ્ત્રી પેરા ઓલીમ્પિક મા ગાંડીવની જેમ ધનુષનો ટંકાર કરી દેશને ગોલ્ડ મેડલ અપાવે.

રિપોર્ટ : દીપક
જગતાપ, રાજપીપલા

TejGujarati