સન ગ્લાસીસની પસંદગી…- બીના પટેલ.

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત મનોરંજન લાઇફ સ્ટાઇલ સમાચાર

ગરમીના દિવસોમાં જયારે તડકામાં બહાર જવાનું થાય ત્યારે મોટા ભાગે સન ગ્લાસીસ પહેરીને જવાનું સૌ કોઈ પ્રિફર કરતા હોઈએ છીએ .જેથી સૂર્યના આકરાં તડકામાં બહાર નીકળવાથી આંખોને વધારે ડેમેજ ન થાય . આકરાં સૂર્ય પ્રકાશમાં ચામડી પર સનસ્ક્રીન લોશન લગાવવાથી સારું પરિણામ મળે છે . પણ ….આંખો ને તડકાથી બચાવવા સારી ગુણવત્તાવાળા સન ગ્લાસીસ ખુબ જરૂરી છે . તે આંખની બાજુમાં પડતી કરચલીઓ થી પણ બચાવે છે . આતો થઇ એની ઉપયોગિતાની વાત .પણ સનગ્લાસીસ તમારા અપિયરન્સ માં એક્સ ફેક્ટર ઉમેરે છે એ પણ હકીકત છે .આવા સનગ્લાસિસ ની પસંદગી કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ એ હું આપને આજે જણાવીશ .

સનગ્લાસીસની પસંદગી કરતી વખતે ચહેરાનો આકાર કે શેપ ધ્યાનમાં રાખવો ખુબ જરૂરી છે .મોટા ભાગે ચહેરાના આકાર ત્રણ પ્રકારનાં છે …ગોળ ,લંબગોળ અને ચોરસ .કેટલીક વાર બે પ્રકારના મિક્સ ચહેરા પણ હોય છે .જયારે પણ આપણે સનગ્લાસિસ ખરીદવા જઇયે ત્યારે એના કાચ કે ફાઈબરની ક્વાલિટી પર ખાસ ધ્યાન રાખવું .ખરાબ અને સસ્તાં ફાઈબર આંખના વિઝનને ખાસું નુકસાન પહોંચાડે છે .એટલે ફ્રેમ કરતાં તેમાં સેટ કરેલાં ગ્લાસીસ પર વધારે ધ્યાન રાખવું .એમાં બાંધછોડ ક્યારેય ન કરવી .

ચહેરાના આકારને ધ્યાનમાં રાખી સનગ્લાસીસ ખરીદવાથી દેખાવ પ્રભાવશાળી અને સુંદર લાગે છે .

સૌ પ્રથમ વાત કરીયે ગોળ આકારના ચહેરાની .આ પ્રકારનો ચહેરો ધરાવતાં સ્ત્રી કે પુરુષે ક્યારેય ગોળ ફ્રેમ વાળા સન ગ્લાસીસ ના પહેરવાં જોઈએ . કારણકે આવી ફ્રેમ વ્યક્તિનો ચહેરો ભારેખમ અને ચરબીવાળો પ્રદર્શિત કરે છે .તેથી ગોળકાર ચહેરા ધરાવનારે ખૂણા વાળી એટલેજે લંબચોરસ ફ્રેમ વાળા ગ્લાસીસ પહેરવાં જોઈએ જેથી એમનો ચહેરો સોફ્ટ લુકની આભા દર્શાવે .

જે વ્યક્તિનો ચહેરો લંબગોળ હોય તેવા વ્યક્તિને કોઈ પણ આકારની ફ્રેમના સનગ્લાસિસ શોભે છે કારણકે આવો ચહેરો આદર્શ ચહેરો મનાય છે .

ચોરસ આકારના ચહેરા વાળા વ્યક્તિએ ગોળ આકારની ફ્રેમ વાળા સનગ્લાસિસ પહેરવા જોઈએ .જેથી ચહેરો નાજુક અને સોફ્ટ લાગે . આવાં વ્યક્તિ એ ખૂણા વાળા કે મોટી ફ્રેમ ના ગ્લાસીસ પહેરવાનું ટાળવું જોઈએ .

બે અલગ આકાર સાથે ચહેરો ધરાવનારે હાર્ટ શેપના ગ્લાસીસ પહેરવાં જોઈએ . પણ …નાના આકારની ફ્રેમ વાળા ગ્લાસીસ પહેરવાનું ટાળવું જોઈએ .

આ સાથે શ્યામ કે ઘઉંવર્ણી સ્કિનટોન ધરાવનારે બ્લેક રંગ ના ગ્લાસીસ ન

પહેરતા લાઈટ બ્લુ કે ગ્રીન રંગના ગ્લાસીસ પહેરવાં જોઈએ જેથી ચહેરો વધારે સુંદર અને પ્રભાવશાળી લાગે છે . ફેર સ્કિન ટોન ધરાવનારને ડાર્ક રંગના ગ્લાસીસ પરફેક્ટ બનાવે છે .

આતો થઇ ચહેરાના આકાર અને શરીરના રંગ પ્રમાણે ગ્લાસીસ પસંદગી કરવાની વાત . પણ …સનગ્લાસિસ ક્યારેય લાંબા સમય સુધી ન પહેરી રાખવાં જોઈએ . એકાદ કલાક ના અંતરે સનગ્લાસીસ કાઢી આંખને આરામ જરૂર આપવો જોઈએ .આમ અનમોલ આંખનું ખુબ જતન કરવું કરવું જોઈએ .

આપના ચહેરાના આકારને ધ્યાનમાં રાખ્યા વગર પહેરાયેલા સનગ્લાસિસ આપની ઉંમર

વધારે પ્રદર્શિત કરે છે .જે જરૂર યાદ રાખવું જોઈએ .

હવે જયારે આપ સનગ્લાસિસ ખરીદવા જાવ તો ઉપરોક્ત ટિપ્સ ને જરૂર ધ્યાનમાં લેશો અને સ્ટાઇલ આઇકોન બનશો .

-બીના પટેલ

TejGujarati