કુમકુમ મંદિર દ્વારા શ્રી સ્વામિનારાયણ ભગવાનની ર૪૧મી જયંતી ઉજવાશે.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર
  • કુમકુમ મંદિર દ્વારા શ્રી સ્વામિનારાયણ ભગવાનની ર૪૧મી જયંતી ઉજવાશે.
  • ભગવાનને અન્નકૂટ ધરાવવામાં આવશે.

તા. ૯ થી ૧૧ એપ્રિલ સુધી સદગુરુ શારત્રી આનંદપ્રિયદાસજી સ્વામીશ્રી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર – અમદાવાદ ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનની ર૪૧મી જયંતી પ્રસંગે ત્રિદિવસીય મહોત્સવ ઉજવાશે.

આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, આ પ્રસંગે તા. ૯ એપ્રિલના રોજ સવારે ૯ – ૦૦ થી ૧ર – ૦૦ અને સાંજે ૪ -૦૦ થી ૮- ૦૦ પારાયણ વાચંન, કીર્તન ભક્તિ,પુસ્તક વિમોચન,શ્રી હરિનો પટ્ટાભિષેક આદિ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવશે.

તા. ૧૦ એપ્રિલના રોજ પારાયણ વાંચન,હિંડોળા ઉત્સવ ઉજવાશે.

રાત્રે ૧૦ – ૦૦ વાગે શ્રી હરિનો પ્રાગટ્યોત્સવ, બાળકો દ્વારા રાસ આદિ કાર્યક્રમો યોજાશે.

તા. ૧૧ ના રોજ શોભાયાત્રા,શ્રી ઘનશ્યામ મહારાજનો પાટોત્સવવિધિ, અન્નકૂટોત્સવ ઉજવાશે.

આ પ્રસંગે શ્રી પુરુષોત્તમલીલામૃત સુખસાગરગ્રંથની કથાનું પાન શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરુપદાસજી સ્વામી,શ્રી હરિવલ્લભદાસજી સ્વામી,શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી કરાવશે.

તા. ૯ અને ૧૦ એપ્રિલનો ઉત્સવ શ્રી સ્વામિનારાયણ કુમકુમ સેવા કેન્દ્ર હીરાપુર ખાતે ઉજવાશે અને તા.૧૧ ના દિવસે ઉત્સવ કુમકુમ મંદિર મણિનગર ખાતે ઉજવાશે.

આ સમગ્ર મહોત્સવનો દેશ વિદેશના ભક્તો લાભ લઈ શકે તે માટે સ્વામિનારાયણ મંદિર કુમકુમ યુટ્યુબ ચેનલ ઉપર લાઈવ પ્રસારણ કરવામાં આવશે.

  • સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ
  • મો. ૯૮૯૮૭૬૫૬૪૮
TejGujarati