નર્મદામાં ગ્રામ્ય વિસ્તારોમાં 24કલાકના ઉભાભજનનો અનોખો પ્રારંભ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

નર્મદામાં ગ્રામ્ય વિસ્તારોમાં 24કલાકના ઉભાભજનનો અનોખો પ્રારંભ

નાંદોદ તાલુકામાં કુંવરપુરા, ભૂછાડ, ખમર વગેરે ગામોમાં
ઉભાભજનનો પ્રારંભ

ભજન મંડળીઓ સાથે કુંવરપુરા ગામે ઉભા ભજનનો પ્રારંભ

રાજપીપલા, તા6

છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે નર્મદામાં ઉભા ભજનની પરંપરા તૂટી હતી. હવે કોરોનનું સંકટ ટળતા આ વર્ષે ગ્રામ્ય વિસ્તારોમા ઉભા ભજનનો પુન :પ્રારંભ થયો છે.નાંદોદ તાલુકામાં કુંવરપુરા, ભૂછાડ, ખમર વગેરે ગામોમાં
ઉભાભજન વર્ષોથી પરંપરાગત રીતે રમાય છે.
હાલ ભજન મંડળીઓ સાથે કુંવરપુરા ગામે ઉભા ભજનનો પ્રારંભ થયો છે.
કુંવરપુરા ગામે છેલ્લા પંદર વર્ષ વર્ષોથી 24કલાકનું સત્તા ભજન(પ્રભુ ભજન)રાખવામાં આવે છે.અને ખૂબ મોટી સંખ્યામાં આજુબાજુ ના 25 થી 30 ગામના યુવાઓ વડીલો અને ભજન મંડળના ભાઈઓ સૌ ભેગા મળીને રાસ રમે છે,50/60 વર્ષના વડીલો પણ ભક્તજનો પણ રાસ રમવામાં એટલા બધા ભક્તિરસમાં તરબોળ થઈ જાય છે.અને રાસ રમે છે.કુંવરપુરા ગ્રામજનો દ્વારા ચૈત્રી બીજના દિવસે 24 કલાકનું દર વર્ષે સત્તા ભજન (પ્રભુ ભજન) રાખવાની પરંપરા છે.
જયારે નાંદોદ તાલુકાના ભૂછાડગામે પણ આખી રાત ૨૪ ક્લાકના અખંડ ઉભા ભજનહનુમાન જ્યંતી વખતે રમાય છે જેમાં આખુ
ગામ જોડાય છે.
બાપ દાદાના વખતથી ૨૪ કલાકના અખંડ ઉભા ભજનની અકબંધ પરંપરાછે

લુપ્ત થતી ઉભા ભજનની ધાર્મિક પરંપરાને જાળવી રાખવા ગ્રામવાસીઓ પ્રયત્નો કરે છેભજન મંડળીઓના સથવારે ૨૪ કલાક અટક્યા વગર ઉભાઉભા દાંડીયા રાસ
સાથે કૃષ્ણભકિત ના ઉભાભજનો ગાઇને આખુ ગામ ભકિતમય બનાવે છે. ઉભા ભજની લુપ્ત થતી કળાને જીવંત રાખવાનો અને તેને
જાળવી રાખવાનો પ્રયાસ કરે છે

આજકાલ ઉભા ભજન ખાસ જોવા મળતાનથી.૨૪ કલાક અટક્યા વગર આખી રાત અને દિવસ હાથમાં દાંડીયા લઇને
સતત નાચગાન સાથે ગાતા ગાતા ઉભાઉભા ભજન કરવા એટલું સહેલું નથી તેથી
ક્રમશ: આ કળા લુપ્તથઈ રહી છે, પણ નર્મદાના ગ્રામ્ય વિસ્તારોમાં
બાપદાદાના વખતથી આ પરંપરા ચાલી આવે છે, જે લુપ્ત થતી જતી આ કળાને આ પરંપરાને આજે પણ જાળવી રાખી છે તેનાથી ગામમાં એકતા અનેધાર્મિકતાનો માહોલ રચાય છે.

રિપોર્ટ : દીપક જગતાપ.રાજપીપળા

TejGujarati