ગુજરાત લૉ સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સ ધ્વારા છેલ્લા ૫૦ વર્ષથી એચ.એ. ઈલોક્યુશન કોમ્પીટીશન યોજવામાં આવે છે. આ સ્પર્ધા જીએલએસ સંચાલિત વિવિધ સંસ્થાઓ વચ્ચે યોજાય છે.આ વર્ષે ૫૦મી વક્તૃત્વ સ્પર્ધાનો વિષય “ઓનલાઇન શિક્ષણ તેના ધ્યેય પ્રાપ્ત કરવામાં નિષ્ફળ નિવડયુ છે” હતો. આ કોમ્પીટીશનમાં જીએલએસની ૧૯ સંસ્થાઓએ ભાગ લીધો હતો. જેમાં જીએલએસ બીબીએ કોલેજે પ્રથમ સ્થાન, એચ.એ. કોલેજે દ્વિતીય સ્થાન તથા સિટી કોમર્સ કોલેજે તૃતિય નંબર મેળવી વિજેતા જાહેર થયા હતા. આ સ્પર્ધાના જજ તરીકે આર. એચ. પટેલ કોલેજના પ્રા.બોસ્કો તથા પ્રા.અરૂણાબેને સેવાઓ આપી હતી.સ્પર્ધાના અંતે કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે કોરોના સમય દરમ્યાન શિક્ષણ ઓનલાઇન ચાલતુ હતુ પરંતુ તેની ઘણી મર્યાદાઓ છે તથા ભારત દેશમાં ઈન્ટરનેટ તથા સાધનોની કમી હોવાના કારણે સંપૂર્ણ રીતે આ પ્રયોગ સફળ થયો નથી. હાલના ડીજીટલ યુગમાં વકતૃત્વ સ્પર્ધા યોજવી ઘણી કઠીન છે. કારણ કે આજના યુવાનો મોબાઈલનો ઉપયોગ ખુબજ કરતા હોવાથી વિવિધ પુસ્તકો વાંચતા નથી તેથી તેઓમાં સામાન્ય જ્ઞાન તથા આત્મવિશ્વાસના અભાવને કારણે સ્ટેજ ઉપર લોજીકલી બોલી શકતા નથી. પરંતુ આ સ્પર્ધામાં બધાજ સ્પર્ધકોએ ખુબ સારૂ પર્ફોમન્સ આપ્યુ હતુ. આ સ્પર્ધાનું આયોજન તથા સંચાલન પ્રા.ઉર્મિલા પટેલ તથા પ્રા.મહેશ સોનારાએ કર્યું હતુ. કાર્યક્રમના અંતે વિજેતાઓને ટ્રોફી તથા પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.