ધોરાજી રામનવમી શોભાયાત્રા. – રિપોર્ટર. રશ્મિન ગાંધી.

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

આ વર્ષે રામનવમીના પાવન દિવસે ધોરાજીમાં શ્રી રામ જન્મોત્સવની તા:-૧૦/૦૪/૨૦૨૨ને રવિવારના દિવસે ભવ્ય ઉજવણીના ભાગરૂપે શોભાયાત્રાનું વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજન કરેલ છે, એ માટે ભક્ત શ્રી તેજબાપાની જગ્યામાં તા:- ૦૨/૦૪/૨૦૨૨ને શનિવારે મીટીંગ મળી હતી. આ મિટિંગમાં ધોરાજી નગર તથા ગ્રામ્યવિસ્તારના ધાર્મિક, સામાજિક, સેવાકિય સંસ્થાઓ તેમજ દરેક મંદિરોના ટ્રસ્ટ મંડળ, ગણેશ મહોત્સવ, ભૂલકા ગરબી, બટુક ભોજન તથા જન્માષ્ટમીની શોભાયાત્રામાં ભાગ લેતા ગ્રુપ, સંગઠન અને હિન્દુ સમાજની તમામ જ્ઞાતિના આગેવાનો અને વેપારી અગ્રણીઓએ શોભાયાત્રાની રૂપરેખા નક્કી કરી હતી તથા આ ભવ્યાતિભવ્ય શોભાયાત્રામાં જોડાવા માટે અપીલ કરી હતી.

મનીષભાઈ સોલંકી મંત્રી, વિશ્વ હિન્દુ પરિષદ – ધોરાજી પ્રખંડ મો. 9998541942

TejGujarati