મીના પંચાલના ધાતુ (મેટલ) પર બનાવેલા ચિત્રોનું એક પ્રદર્શન એલ એન્ડ પી હઠીસિંગ વિઝ્યુઅલ આર્ટ ગેલેરી ખાતે તા. ૩૦/૦૩/૨૦૨૨ થી તા. ૦૩/૦૪/૨૦૨૨ સુધી યોજવામાં આવ્યું છે.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

મીના પંચાલના ધાતુ (મેટલ) પર બનાવેલા ચિત્રોનું એક પ્રદર્શન એલ એન્ડ પી હઠીસિંગ વિઝ્યુઅલ આર્ટ ગેલેરી, ગુજરાત યુનિવર્સિટી રોડ, નવરંગપુરા, અમદાવાદ ખાતે તા. ૩૦/૦૩/૨૦૨૨ થી તા. ૦૩/૦૪/૨૦૨૨ સુધી યોજવામાં આવ્યું છે. ધાતુ કલા અતિ પ્રાચિન છે. મોના પંચાલે ધાતુઓ જેવી કે તાંબુ, પિત્તળ અને એલ્યુમિનિયમના પતરાં ઉપર અમૂર્ત શૈલીનાં આકર્ષક ચિત્રો તૈયાર કર્યા છે, મીના પંચાલે વડોદરાની ફેકલ્ટી ઑફ ફાઇન આર્ટસ, એમ. એસ. યુનિવર્સિટી માંથી પેઇન્ટીંગમાં

ડિપ્લોમા અને મ્યુરલ પેઇન્ટીંગમાં પોસ્ટ – ડિપ્લોમા મેળવેલ છે. હાલમાં તેઓ ફ્રી – લાન્સ આર્ટીસ્ટ તરીકે કાર્યરત

છે. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન જાણીતા કલાકાર શ્રી સુરેન્દ્ર પટેલ (વિશાલા) તા. ૩૦/૦૩/૨૦૨૨ સાંજે ૫ : 00 વાગે હઠીસિંગ વિઝ્યુઅલ આર્ટ ગેલેરી ખાતે કરશે, શ્રી રતિલાલ કાંસોદરિયા, પ્રસિદ્ધ શિલ્પકાર અને પૂર્વ આચાર્ય

સી. એન. કોલેજ ઑફ ફાઇન આર્ટસ, અમદાવાદ અને શ્રી રવિન્દ્ર મરડિયા, આઈ.સી.એ.સી ગેલેરી, અમદાવાદ

અતિથિ વિશેષ તરીકે હાજર રહેશે. પ્રદર્શન તા. ૩૦/૦૩/૨૦૨૨ થી તા. ૦૩/૦૪/૨૦૨૨ સુધી દરરોજ સાંજે ૪ : ૦૦ થી ૮ : ૦૦ સુધી ખુલ્લું રહેશે. કલાપ્રેમીઓ, કલાના વિધ્યાર્થીઓ અને જનતા ને પધારવા હાર્દિક આમંત્રણ છે.

TejGujarati