ગોરા શૂલપાણેશ્વર મહાદેવ મંદિરના મહંત રવિશંકરત્રિવેદી મહારાજનું નિધન
ભક્તોમાં ઘેરા શોકની લાગણી
ગોરા મન્દિરમા વડાપ્રધાન, મુખ્યમંત્રી,મંત્રીઓથી માંડીને અગણિત રાજકીયનેતાઓ વીવીઆઈપીઓ ની પૂજા કરાવી હતી.
રાજપીપલા, તા 30
ગોરા શૂલપાણેશ્વર મહાદેવ મંદિરના મહંત રવિશંકરત્રિવેદી મહારાજનું નિધનથયું છે. તેમના નિધનના સમાચાર જાણી ભક્તોમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે. તેમણે
ગોરા મન્દિરમા વડાપ્રધાન, મુખ્યમંત્રી,મંત્રીઓથી માંડીને અગણિત રાજકીયનેતાઓ વીવીઆઈપીઓની પૂજા કરાવી હતી.
સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ભૂમિ પૂજનતે વખતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ
કર્યું હતું ત્યારે ભૂમિ પૂજન વખતે શૂલપાણેશ્વર મહાદેવ મંદિરના મહંત
રવિશંકર મહારાજ
મંત્રોચ્ચાર કરવા ખાસ ઉપસ્થિતરહ્યા હતા.
નર્મદા બંધનું નિર્માણ થતા
શૂળપાણેશ્વર મંદિર 1990માં
ડુબાણમાં જતાં 1994માં નર્મદા નદીકિનારે ગોરા ખાતે શૂલપાણેશ્વરમંદિર બનાવવામા આવ્યું હતું. ત્યારે
ત્યાં વર્ષોથી પરંપરાગત રીતે રવિશંકર ત્રિવેદી મહારાજ પૂજાવિધિકરી રહ્યા હતા, અને હાલમાં નર્મદામહાઆરતીની શરૂઆત નર્મદા ઘાટે
કરવામાં આવી છે તેમાંપણ પણ તેમનું મોટુ યોગદાન રહ્યું છે.તેઓ આરતીની કમિટીમાં પણ ખાસમહત્વનું સ્થાન તેમાં ધરાવે છે
અત્રે ઉલ્લેખનીય છે કે રવિ શંકરમહારાજે શૂળપાણેશ્વર મહાદેવમંદિરના વંશ પરંપરાગત મહંત
હતા. તેમણે શૂળપાણેશ્વર
મહાદેવ મંદિરે તેઓએ અનેક
રાજકીય નેતાઓ અધિકારીઓનેપણ પૂજા વિધિ કરાવી છે . નરેન્દ્ર
મોદી વડાપ્રધાન બન્યા ત્યારે 31ઓકટોબરે જ્યારે સ્ટેચ્યું ઓફયુનિટી ખાતે પ્રથમ વર્ષ અનેસરદારની જન્મ જયંતીએ
સ૨દાર વલ્લભભાઈ પટેલને પૂજનવિધિ કરવા માટે અને પુષ્પાંજંલી અર્પિત કરવા માટે આવ્યા હતાત્યારે પણ રવિશંકર મહારાજ ખાસ
મંત્રોચ્ચાર કરી પૂજન કરાવ્યું હતું.રવિશંકર મહારાજ જુના
શૂળપાણેશ્વર મંદિરના મહંતથી
લઈને અત્યાર સુધી સતત વંશ
પરંપરાગત પુજારી રહ્યા હતા.
લગભગ આજે અઢી દાયકાથી
શૂળપાણેશ્વર મહાદેવના મંદિરે
શ્રાવણના પહેલા અને છેલ્લી
અમાસના દિવસે આવીને તેઓ
પૂજાવિધિ કરતા હતા.દર અમાસે પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રભાઈ ચુડાસમાને વર્ષોથી તેમણે પૂજા વિધિ કરાવી હતી.
રિપોર્ટ : દીપક જગતાપ, રાજપીપલા