વિશ્વવંદનીય સંત પ.પૂજ્ય 1008 શ્રી હરિચરણદાસજી બાપુનું મહાપ્રયાણ…

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

વિશ્વવંદનીય સંત પ.પૂજ્ય 1008 શ્રી હરિચરણદાસજી બાપુનું મહાપ્રયાણ

ગોરા ખાતે અંતિમ ક્રિયા કરવામાં આવી

બાપુના અનુગામી જેરામદાસજીએ આપી મુખાગ્નિ

રાજપીપલા, તા 30

ગોંડલના વિશ્વવંદનીય સંત પ.પૂજ્ય 1008 મહામંડલેશ્વર હરિચરણદાસજી મહારાજ સોમવારે બ્રહ્મલીન થયા હતા. બાપુના દેવલોકગમનથી હજારો ભક્તોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું . બાપુના પાર્થિવદેહને રાજકોટ રણછોડદાસ આશ્રમમાં લાવવામાં આવ્યો હતો.

વિશ્વવંદનીય સંત પ.પૂજ્ય 1008 શ્રી હરિચરણદાસજી બાપુનું મહાપ્રયાણથતાં ગોરા ખાતે સાધુ સંતો મહંતોની ઉપસ્થિતિમા અંતિમ ક્રિયા કરવામાં આવીહતી.બાદમાં બાપુના પાર્થિવદેહને નર્મદા તટે લાવવામાં આવ્યો હતો. જ્યાં ગોરા આશ્રમ ખાતે મોટી સંખ્યામાં ગુરુભાઈઓ સહિત તેમના ભક્તો અંતિમ દર્શન માટે ઊમટ્યા હતા. બાપુના અનુગામી જેરામદાસ મહારાજના હસ્તે તેમના પાર્થિવદેહ મુખાઅગ્નિ અપાઈ હતી.

પૂજ્ય બાપુ છેલ્લા લાંબા સમયથી બીમાર હતા,ગોંડલ રામજી મંદિર ખાતે સવારે ૪.૩૦ કલાકે તેઓ શ્રી રામ ચરણ પામ્યાં.ગોંડલ રામજી મંદિરમાં સવારે ૮ થી ૪ સુધી પૂજ્ય હરિચરણદાસજી બાપુના પાર્થિવ દેહને દર્શનાર્થે રાખવામાં આવ્યો હતો. સવારે ૭ વાગ્યે ગોરા ખાતે અંતિમ ક્રિયા કરવામાં આવી,જેમાં આપણા નર્મદા જીલ્લાનાં અખીલ ભારતીય સંત સમીતી અધ્યક્ષ સીધ્ધેશ્વર સ્વામીજી તથા જિલ્લા ઉપાધ્યક્ષ પ.પૂ. કૃપલા નંદજી મહારાજ તથા જિલ્લા કારોબારીના વરિષ્ઠ સંત પ.પૂ. કમલાકરજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ પરમ ક્રુપાળુ પરમાત્મા એમની આત્મા ને શાંતી અર્પે એવી પ્રાર્થના કરી હતી.
મહત્વનું એ છે કે, ગોંડલમાં રહીને બાપુએ અનેક સેવાકીય કાર્યો કર્યા હતા. જેમાં ગોંડલમાં રામજી મંદિર બંધાવ્યું હતું. ત્યારબાદ રામ સાર્વજનિક હોસ્પિટલની પણ સ્થાપના કરી હતી. પાંડુકેશ્વર, ઋષિકેશ, ઈન્દોર, કર્ણપ્રયાગ, બનારસ, ગોરા નર્મદા તટે સાધન-ભજન અને માનવસેવાની જ્યોત જલાવી હતી.

બાપુનું મૂળનામ હરિશ્ચંદ્ર મિસરાજ હતું. 1921માં ચૈત્ર સુદ 6ના દિવસે બિહારના પંજરવામાં જન્મ થયો હતો. ત્યાર બાદ 1955માં ગુરુદેવ રણછોડદાસજીની આજ્ઞાથી ગોંડલમાં આશ્રમનું સંચાલન શરૂ કર્યું હતું.

છેલ્લાં 70 વર્ષથી બાપુ અહીં રહી સેવા કરી રહ્યા હતા. 34 વર્ષની યુવાન વયે બાપુએ આશ્રમનું સંચાલન હાથમાં લીધું હતું. તેમના ગુરુજી સદગુરુ દેવ રણછોડદાસજી મહારાજના સાંનિધ્યમાં સરયુ નદીના કિનારે ભજન કરતા હતા.

રિપોર્ટ : દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati