સુગંધિત ઘાસની ખેતીથી નામાંકિત થયેલા ધોરાજીના હરસુખભાઈ હિરપરાનું દુઃખદ અવસાન – પરીવાર દ્વારા ચક્ષુદાન કરાયું. – રિપોર્ટર : રશ્મિન ગાંધી.

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

સુગંધિત ઘાસની ખેતી કરી ઘાસનું પ્રોસેસ કરી સુગંધિત દ્રવ્યો બનાવનાર ખેતીમાં અનેક સંશોધન કરી સફળતા મેળવનાર અનેક સંસ્થાઓ દ્વારા સન્માનીત થયેલા ધોરાજીના હરસુખભાઈ હિરપરાના અવસાનથી ખેડૂત જગતને ખોટ પડી

માનવસેવા યુવક મંડળને સ્વર્ગસ્થ હરસુખભાઈ હિરપરાના ચક્ષુઓનું દાન અર્પણ કરાયુ માનવસેવા યુવક મંડળને ૨૯ મું ચક્ષુદાન મળતા રાજકોટની સરકારી જી. ટી. શેઠ આંખની હોસ્પિટલ ખાતે ચક્ષુઓ પહોંચાડાયા

ધોરાજી Mar, 30, 2022 યશવંત દલસાણિયા દ્વારા

ધોરાજી લાયન્સ ક્લબનાં સિનિયર મેમ્બર અને સુગંધિત ખેતી સાથે અનેક સંશોધન કરી ઘણી સંસ્થાઓના સન્માન મેળવનાર હરસુખભાઈ હિરપરાના દુઃખદ અવસાનથી પરીવાર અને મિત્ર વર્તુળ તેમજ ખેડૂત જગતને કઈંક નવું આપનારની ખોટ પડી છે સ્વ. હરસુખભાઈ ની આગવી ઓળખ એટલે સુગંધિત ઘાસની ખેતી અને આ ઉત્પાદન થયેલાં ઘાસમાંથી પ્રોસેસ કરી સુગંધિત દ્રવ્યો એકત્ર કરવા તેમની ખેતીની જમીન પરજ લેબોરેટરી અને મશીનરી સહિતના અનેક સાધનો દ્વારા સતત શંસોધન કરી સમગ્ર ખેડૂત જગતને ખેતીમાં નવા નવા રાહ બતાવનાર હરસુખભાઈ હિરપરાનું દુઃખદ અવસાન થયું. સ્વ. હરસુખભાઈનાં ચક્ષુઓનું દાન કરવાની તેમનાં દિકરા રાજુભાઈ હિરપરા, સચિનભાઈ હિરપરાએ નિર્ણય કર્યો અને માનવસેવા યુવક મંડળનાં ધર્મેન્દ્ર બાબરીયા સાગર સોલંકીને જાણ કરવામાં આવી અને ધોરાજી સિવીલ હોસ્પિટલનાં સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર જયેશભાઈ વસેટીયન, ડો. રાજ બેરા, ડો. અંકીતાબેન પરમાર દ્વારા ચક્ષુઓ લેવાયા અને લાયન્સ ક્લબનાં સભ્ય અને એડવોકેટ કાંતિભાઈ જાગાણી, ડી. કે. અંટાળા, નરશીભાઇ પાઘડાર, મહેન્દ્ર ભાઈ કપુપરા, પ્રવિણભાઇ સુદાણી, જનકભાઈ હિરપરા, પ્રફુલભાઈ હિરપરા, રાજુભાઈ હિરપરા, જી બી બાબરીયા એ. વી. બાલધા, મણીભાઈ બાબરીયા, મણીભાઈ હિરપરા, બાબુભાઈ હિરપરા, દીપકભાઈ જેતપુર વાળા સહિતનાઓની હાજરીમાં સ્વ. હરસુખભાઈના ચક્ષુઓનું દાન તેમના ભાઈ જમનભાઇ હિરપરા અને સુરેશભાઈ હિરપરા દ્વારા અર્પણ કરવામાં આવ્યું આ ચક્ષુદાન માનવસેવા યુવક મંડળનાં ધર્મેન્દ્ર બાબરીયા સાગર સોલંકી દ્વારા રાજકોટની સરકારી જી. ટી. શેઠ આંખની હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા ચક્ષુદાન મહાદાન સુત્રને સાર્થક કરતા હિરપરા પરીવારે માનવસેવા કરી બે લોકોનાં અંધકારમય જીવનમાં રોશની આપવાની સેવાને માનવસેવા યુવક મંડળનાં ધર્મેન્દ્ર બાબરીયા સાગર સોલંકી એ સરાહના કરી સ્વ. હરસુખભાઈ ને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

TejGujarati