નિર્ભયા ટીમની મહિલા પોલીસનું અકસ્માતમા અવસાન થતાં જિલ્લા પોલીસ વડાએ પરિવારને સહાય કરી

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

નિર્ભયા ટીમની મહિલા પોલીસનું અકસ્માતમા અવસાન થતાં જિલ્લા પોલીસ વડાએ પરિવારને સહાય કરી

વર્ષાબેનના પિતા ગોસ્વામી ડુંગરપુરીને રૂપિયા બે લાખ દસ હજાર રોકડા સહાય આપી મદદરૂપ થયા

રાજપીપલા, તા 23

નિર્ભયા ટીમની મહિલા પોલીસનું અકસ્માતમા અવસાન થતાં જિલ્લા પોલીસ વડાએ પરિવારને સહાય કરી મદદરૂપ થયાં હતા. જેમાં
હતા.વર્ષાબેનના પિતા ગોસ્વામી ડુંગરપુરીને રૂપિયા બે લાખ દસ હજાર રોકડા સહાય આપી મદદરૂપ થયા

પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા પોલીસ અધિક્ષક હિમકરસિંહ દ્વારાનિર્ભયા ટીમમાં ફરજ બજાવતા મહિલા પોલીસ લોકરક્ષક ગોસ્વામી વર્ષાબેન
ડુંગરપુરી નું તારીખ 9 /12/ 2021 રોજ પેટ્રોલિંગ કરતી વખતે વાહન અકસ્માતમાં
દુખદ અવસાન થયું હતું તેમના પરિવાર માટે ખુબ દુઃખ નું પહાડ તૂટી ગયો હતો કેમકે એમના પરિવારમાં કમાવવા વાળો બીજો કોઈ નથી આવા સમયે નર્મદા પોલીસ અધિક્ષક હિમકરસિંહ પરિવારના પડખે ઊભા રહે નર્મદા પોલીસ પરિવાર દ્વારા વર્ષાબેનના પિતા ગોસ્વામી ડુંગરપુરી ને રૂપિયા બે લાખ દસ હજાર રોકડા સહાય આપી ગરીબ પરિવારને મદદરૂપ થયા.ખરેખર પોલીસ અધિક્ષકે ગરીબોના મસીહા બની ને ખૂબ જ ઉત્તમ કાર્ય કર્યુંહતું.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા

TejGujarati