ધોરાજીની શફુરા નદીમાથી અજાણ્યા યુવાનની લાશ મળી. – રશ્મિન ગાંધી. ધોરાજી.

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

ધોરાજીની શફુરા નદીમા લાશ તરતી હોવાનો ફોન માનવ સેવા યુવક મંડળ ના ધર્મેન્દ્ર ભાઈ બાબરીયા ને આવતા ધોરાજી પોલીસ ને ફોન કરી જાણ કરી અને માનવ સેવા યુવક મંડળ ની એમ્બ્યુલન્સ અને દોરડા અને ગોદળા ઓ સાથે શફુરા નદી પાસે જઈ ને લાશ ને કાઢવા માટે ડોઢક કલાક ની ભારે જહેમત બાદ કીચડ અને કાટા ઓ વચ્ચે ફસાયેલી લાશ મહા મહેનતે બહાર કાઢવામા આવેલ બાદ માં માનવ સેવા યુવક મંડળ ની એમ્બ્યુલન્સ મારફત ધોરાજી ની સરકારી હોસ્પીટલ ખાતે લઈ જવામા આવેલ હોસ્પીટલ ખાતે પોલીસ દ્વારા તપાસ કરતા યુવાન નો કોઈ વાલી વારસદાર કે નામ સરનામુ મળી આવેલ નથી. લાશ કોહવાઈ ગયેલ હોવાથી અતી દુર્ગંધ મારતી હોય મોત નુ ચોક્કસ કારણ જાળવા માટે રાજકોટ ખાતે ફોરેન્સીક પી એમ માટે તજવીજ હાથ ધરાયેલ છે.મેડીકલ તપાસ કરતા જાણવા મળેલ કે મરનાર અજણાયો યુવાન અંદાજીત પચીસેક વર્ષ નો હોવાનુ જાણવા મળે છે તથા મૂસલીમ યુવાન હોવાનુ જાણવા મળેલ છે. પોલીસે મરનાર યુવક ના વાલી વારસ ની શોધવા તજવીજ હાથ ધરાયેલ છે. આ તકે હાજર રહેલ લોકો એ માનવ સેવા યુવક મંડળ ની કામગીરી ને બિરદાવી હતી આ કામગીરી માં માનવ સેવા યુવક મંડળનાં ધર્મેન્દ્ર ભાઈ બાબરીયા, સાગરભાઈ સોલંકી, રાજુભાઈ ઘેલાણી, રોકાયેલા હતા. આ ઘટના ની તપાસ વિરમભાઈ વાણવી ચલાવી રહ્યા છે. આ બનાવ ની જાણ શહેર માં વાયુ વેગે પ્રસરતા લોકો ના ટોળે ટોળા ઉમટી પડતા ટ્રાફિક જામ થઈ ગયેલ પોલીસ ઘટના સ્થળે પહોચી ટ્રાફિક કિલયર કરાવેલ હતુ.

TejGujarati