આંસુઓને બેધડક પૂછી લીધું આ રસ્તો ક્યાંથી ફંટાય છે?? – સોનલ ગોસલીયા.

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

આંસુઓને બેધડક પૂછી લીધું
આ રસ્તો ક્યાંથી ફંટાય છે??

આ દશાથી સુખ ચેન છીનવાય છે
વગર વાંકની આકરી સજા કપાય છે

સત્યના પૂરતા પુરાવા ન મળતાં
જુઠ્ઠાણાને સત્યનો તાજ પેહરાવાય છે..

કોઈને ભીની લાગણીઓની ભાળ મળે તો કહેજો
અર્થના કુંડાળામાં મારા ભાવભર્યા શબ્દો અટવાય છે

સોનલ ગોસલીયા

TejGujarati