*ફક્ત ચોખાનો એક દાણો*

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

૮૦૦ વર્ષ પહેલાંની વાત.

સ્થળ – આબુ દેલવાડા

કારીગરો દિલ દઈને કાર્ય કરી રહ્યા છે

અનુપમાદેવી આવે છે.

ને બધાં ઊભા થઈ જાય છે.

આંખોમાં અહોભાવ છે.

ચહેરા પર કૃતજ્ઞતા છે. હાથ જોડેલા છે.

આદેશ કરો – એમ જાણે વગર બોલે ,

તેઓ બોલી રહ્યા છે.

ને અનુપમાદેવીએ કહ્યું ,

” પ્રવેશદ્વાર પાસે મારું શિલ્પ કોતરવાનું છે.”

શિલ્પીઓ તો રાજીના રેડ થઈ ગયા.

” ને મારા હાથમાં પૂજાની છાબ હોવી જોઈએ.”

શિલ્પીઓ એમની ધારામાં ઓર આગળ વધ્યા.

” ને છાબડીમાં ફક્ત એક ચોખા નો દાણો હોવો જોઈએ.

બીજું કાંઈ જ નહીં.”

” હે શેઠાણી બા , અમે એ છાબડીમાં સોનામહોરો , સિકકા , ફૂલો , પૂજાપો ન કંડારી દઈએ ? એક ચોખા નો દાણો જ કેમ ? “

ને અનુપમાદેવીએ આંખમાં ઝળઝળિયા સાથે ગળગળા સાદે કહ્યું ,

” મારે જગતને એ સંદેશ આપવો છે.

કે પરમાત્માની કૃપાથી મને જે મળ્યું છે.

તેમાંથી એક ચોખા જેટલું જ અહીં વાપર્યું છે.

ખર્ચના ભારોભાર ચાંદી અને સોનું આપ્યાની વાતથી લોકો અમને બહુ મોટા દાનેશ્વરી ન સમજી લે.

એટલા માટે જ આ વાત છે.”

વાત આપણી છે.

ક્યાં અનુપમા દેવીની ખજાનો લૂંટાવી દઈને પણ

એક ચોખાનો દાણો દેખાડવાની ભાવના !!!

ને ક્યાં આપણી એક દાણા જેવું આપીને

જોર શોરથી ઢોલ પીટવાની વૃત્તિ ?

વિચારો ??

કે આપણે દીકરાને કેટલું આપ્યું ?

એની જાહેરાત આપણે કદી કરી છે ?

દીકરીને કેટલું આપીને વળાવી

એની તકતી આપણે ક્યાંય લગાડાવી છે ખરી ?

ફોરેન ટુર કેટલામાં પડી

એનું આપણે બેનર કરાવ્યું છે ખરું ?

નવા ઘરને ફાઈનલ આંકડો ક્યાં પહોંચ્યો ??

એનું ક્યાંય બોર્ડ જડે ખરું ?

જો ના ,

તો જિનશાસન માટે આપેલા નજીવા યોગદાન નો

આટલો બધો ઘોંઘાટ શા માટે ?

એક સવાલ આપણે પોતાને પૂછીએ ???

કે આપણી પાસે જે છે એના કેટલા ટકા

આપણે વાપરતા હોઈએ છીએ ?

જે છે એ જિન શાસનનું છે

એના પાંચ પૈસા પણ વાપરતા નથી. જૈન સમાજ ને આપતા નથી ?

ને જાહેરાતમાં કોઈ કસર છોડતા નથી.

મોટા બેનર. તકતી. પડદા. વિગેરે

તો ખરેખર આપણે ક્યાં છીએ એ વિચારીએ.

જિનશાસન ના આજના મહત્તમ પ્રશ્નનો ઉકેલ છે – અનુપમાદેવી

આપણે સહુ અનુપમા દેવી બનીએ !!

*એક બીજી લોકવાયકા આ મુજબની છે કે અનુપમાદેવીનો આ ઉદેશ પણ હોઈ શકે કે દેરાસરે/ ઉપાશ્નય ખાલી હાથે ન જવું છેવટે એક ચોખાનો દાણા જેટલુ પણલઈ ને પણ જવું…..*

*જે પણ ઉદ્દેશ હોય પણ બંને ઉદ્દેશ મહત્વના અને પ્રશંસનીય છે…..

TejGujarati